નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ મતગણતરીના ટ્રેન્ડ બાદ પોતાની ખુશી વ્યક્ત કરી છે. કોંગ્રેસનું જબરદસ્ત પરફોર્મન્સ જોતા બેવાર ટ્વિટ કરી. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મેળેલી પછડાટ બાદ તેમણે કટાક્ષ કર્યો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ આ અગાઉ  કટાક્ષ કરતી ટ્વિટ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કરતા લખ્યું કે લાંબા સમય બાદ મને મતગણતરીના દિવસે આટલો આનંદ આવી રહ્યો છે. તેનું એક કારણ એ પણ છે કે જે પાંચ રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે, ત્યાં ક્યાંય મારી પાર્ટીએ ભાગ લીધો નથી. આ અગાઉ પણ એક ટ્વિટ કરી હતી. ટ્વિટમાં લખ્યું હતું કે રાજસ્થાનમાં પણ મુકાબલા જેવી કોઈ સ્થિતિ જોવા મળતી નથી. 



અત્રે જણાવવાનું કે સમાજવાદી પાર્ટીના ચીફ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે 5 રાજ્યોના ચૂંટણીના જે પ્રકારે ટ્રેન્ડ આવી રહ્યાં છે તેને લઈને ભાજપ પર કટાક્ષ કર્યો છે. તેમણે લોકસભા ચૂંટણીને લઈને તમામ વિપક્ષી દળોના મહાગઠબંધનને લઈને પણ સકારાત્મક વલણ રજુ કર્યું છે. અખિલેશ યાદવે પોતાન ટ્વિટર હેન્ડલ પર આજે સવારે ટ્વિટ કરીને લખ્યું કે જ્યારે એક અને એક મળીને બનશે 11...ત્યારે મોટા મોટા લોકોની સત્તા થઈ જશે 'નૌ દો ગ્યારહ'.



તેમની આ ટ્વિટ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણાના ચૂંટણી પરિણામોના પ્રાથમિક ટ્રેન્ડને લઈને આવ્યો છે. પ્રાથમિક ટ્રેન્ડમાં રાજસ્થાનમાં કોંગ્રેસને સારી લીડ મળી છે. મધ્ય પ્રદેશ, છત્તીગઢમાં પણ કોંગ્રેસનું સારું પ્રદર્શન છે. આ ટ્રેન્ડને લઈને અખિલેશ યાદવે ટ્વિટ કરી છે. જો કે અભિલેશ યાદવ તમામ વિપક્ષી દળોના મહાગઠબંધનની વાત કરે છે તો કોંગ્રેસ અને બીએસપીને લઈને તેઓ ખુબ અસમંજસની સ્થિતિમાં જોવા મળે છે. કારણ કે યુપી વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના સાથી બનીને ઊભર્યા હતાં પરંતુ દેશના બે યુવાઓનું ગઠબંધન કોઈ કમાલ બતાવી શક્યુ નહતું અને સમાજવાદી પાર્ટી સત્તામાંથી બહાર થઈ ગઈ.