OMG ! વ્યક્તિના પેટમાંથી નિકળી 116 ખીલી, છરા અને તાર, ડોક્ટરો પણ રહી ગયા ચકિત!
ડોક્ટરોએ જણાવ્યું કે, દર્દી ભોલા શંકર(42) માનસિક રીતે બીમાર વ્યક્તિ છે, પરંતુ તેના પેટમાં છરા, તારના ગુંચડા અને ખીલી કેવી રીતે પહોંચી ગયા તેના અંગે કોઈ માહિતી નથી
બૂંદીઃ રાજસ્થાનના બૂંદીમાં મંગળવારે એક એવા સમાચાર બહાર આવ્યા કે જેને સાંભળ્યા પછી લોકો ચોંકી ગયા હતા. બૂંદી શહેરમાં એક વ્યક્તિના પેટમાંથી 116 ખીલી, છરા અને તારના ગુંચડા નિકળ્યા હતા. ડોક્ટરોએ જ્યારે આ વ્યક્તિના પેટનું સ્કેનિંગ કર્યું તો તેઓ પણ ચકિત રહી ગયા હતા. જોકે, સોમવારે ડોક્ટરોએ આ વ્યક્તિના પેટનું સફળ ઓપરેશન કર્યું અને હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે.
ડોક્ટરોએ જણાવ્યું કે, દર્દી ભોલા શંકર(42) માનસિક રીતે બીમાર વ્યક્તિ છે, પરંતુ તેના પેટમાં છરા, તારના ગુંચડા અને ખીલી કેવી રીતે પહોંચી ગયા તેના અંગે કોઈ માહિતી નથી. ડોક્ટરોએ કહ્યું કે, ભોલાશંકરને લોખંડનો સામાન ખાવાની કુટેવ છે અને કદાચ આ કારણે જ તે આ બધું પેટમાં ગળી ગયો હશે.
ભારત પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સૈનિક રમતોત્સવની કરશે યજમાની, જેસલમેરમાં જામશે જંગ
હોસ્પિટલના સર્જન ડો. અનિલ સૈનીએ જણાવ્યું કે, મોટાભાગની ખીલીનો આકર 6.5 સેમી છે અને વ્યક્તિના પેટમાંથી આ બધી વસ્તુઓ કાઢવામાં દોઢ કલાકનો સમય લાગ્યો હતો. તેમણે જણાવ્યું કે, જ્યારે પ્રથમ વખત વ્યક્તિનો એક્સ-રે પાડવામાં આવ્યો ત્યારે તેને જોઈને તેમની આંખો પહોળી થઈ ગઈ હતી. ત્યાર પછી વધુ ચોક્કસ નિદાન માટે તેનું સીટી સ્કેન કરાવાયું હતું. સીટી સ્કેનમાં પણ પેટમાં ખીલીઓ અને લોખંડનો ભંગાર હોવાની પુષ્ટિ થયા પછી દર્દીનું ઓપરેશન કરાયું હતું.