લો બોલો જબરું કહેવાય! `ભૂત`એ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધ
ઉત્તર પ્રદેશથી એક એવો ચોંકવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને તમે પણ અચંબિત થઈ જશો. શું કોઈ ભૂત એફઆઈઆર નોંધાવી શકે ખરા?
ઉત્તર પ્રદેશથી એક એવો ચોંકવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને તમે પણ અચંબિત થઈ જશો. શું કોઈ ભૂત એફઆઈઆર નોંધાવી શકે ખરા? અહીં મૃતક વ્યક્તિના નામે વર્ષ 2014માં એક જમીનના વિવાદમાં એક જ પરિવારના પાંચ લોકો પર કેસ દાખલ કરાયો. તપાસ અધિકારીએ નિવેદન પણ નોંધ્યા અને ચાર્જશીટ પણ ફાઈલ કરી...ત્યારબાદ કેસ ચાલતો રહ્યો.
મામલો હાઈકોર્ટ પહોંચ્યો
આ મામલો યુપીના કુશીનગરનો છે. વાત જાણે એમ છે કે મોતના 3 વર્ષ બાદ મૃત વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી. હવે તમે પણ વિચારતા હશો કે આખરે ભૂત એફઆઈઆર કેવી રીતે કરાવી શકે. આ સમગ્ર મામલાની હકીકત જાણવા જેવી છે.
જજ પણ ચોંકી ગયા
મામલો જ્યારે હાઈકોર્ટ પહોંચ્યો તો કોર્ટે તમામ પહેલુઓની તપાસ કરીને કુશીનગરના એસપીને પૂંછ્યું કે કોઈ મૃત વ્યક્તિ કે કોઈ ભૂત પણ FIR કરીને નિર્દોષને ફસાવી શકે છે? વાત જાણે એમ છે કે આ મામલામાં વર્ષ 2014માં એક જમીનના મામલે મૃત વ્યક્તિએ એક પરિવારના પાંચ લોકો પર એફઆઈઆર કરાવી અને આ મમલે તપાસ કરી રહેલા તપાસ અધિકારીએ નિવેદન નોંધી પણ લીધુ. ત્યારબાદ તેની ચાર્જશીટ પણ દાખલ કરી દીધી. જ્યારે મામલો ટ્રાયલ કોર્ટમાં આવ્યો તો કોર્ટે આ મામલાને ધ્યાનમાં લીધો. જ્યારે મામલો અલાહાબાદ હાઈકોર્ટમાં આવ્યો તો કોર્ટે આ મામલાને સાંભળીને રદ કરી નાખ્યો અને એસપીને તપાસ કરવાનું કહ્યું કે કોઈ ભૂત કેવી રીતે નિર્દોષને ફસાવી શકે?
2011 થયું હતું મોત
નોંધનીય છે કે કુશીનગરના હાટા પોલીસ મથક વિસ્તારમાં રહેતા આરોપી પુરુષોત્તમ સિંહ સહિત તેમના બે ભાઈઓ અને બે પુત્રોએ પોલીસ તરફથી દાખલ ચાર્જશીટને અલાહાબાદ હાઈકોર્ટમાં પડકારી. જસ્ટિસ સૌરભ શ્યામ સમસેરીની કોર્ટમાં જાણકારી અપાઈ કે વર્ષ 2014માં પુરુષોત્તમ અને અન્ય વિરુદ્ધ શબ્દપ્રકાશ નામના વ્યક્તિએ ફ્રોડની એફઆઈઆર નોંધાવી. જ્યારે શબ્દપ્રકાશનું તો 2011માં મોત થઈ ચૂક્યું છે.
નિવેદન સુદ્ધા લેવાઈ ગયા
વકીલ રાજેશકુમારે દલીલ કરી કે મૃતક શબ્દપ્રકાશ સાથે આરોપીઓનો જૂનો જમીન વિવાદ ચાલે છે અને વાદી શબ્દપ્રકાશના મોત બાદ પણ મામલાના તપાસ અધિકારીએ તેમનું નિવેદન નોંધાવીને બધા વિરુદ્ધ ચાર્જશીટ પણ ફાઈલ કરી દીધી. વકીલે મૃતક શબ્દપ્રકાશની પત્ની મમતા દ્વારા અપાયેલું ડેથ સર્ટિફિકેટ પણ જોડ્યું હતું.
ભૂતે કરી સહી?
કોર્ટ પણ આ મામલાને જાણીને સ્તબ્ધ થઈ ગઈ અને સવાલ કર્યો કે જ્યારે વાદી શબ્દપ્રકાશનું મોત 2011માં થઈ ગયું હતું તો 2014માં શું ભૂતે આ FIR કરાવી હતી અને શું તપાસ કરનારે ભૂતનું નિવેદન લઈને ચાર્જશીટ દાખલ કરી અને 2023માં ભૂતે જ અરજીનો વિરધ કરવા માટે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટ પર પોતાના હસ્તાક્ષર કર્યા?
સમગ્ર મામલાની સુનવણી કરતા કોર્ટે આરોપી પુરુષોત્તમ સિંહ અને તેના પરિજનો વિરુદ્ધ ઘડાયેલી ચાર્જશીટ રદ કરી અને એસપી કુશીનગરને તપાસના આદેશ આપ્યા છે. કહ્યું કે એક ભૂત નિર્દોષો વિરુદ્ધ કેસ દાખલ કરીને પરેશાન કેવી રીતે કરી શકે. આ સાથે જ એસપીને એ પણ જાણકારી આપવાનું કહ્યું કે તપાસ કરનારાએ ભૂતનું નિવેદન કેવી રીતે લીધુ?
આ મામલે કોર્ટે આકરી નારાજગી વ્યક્ત કરતા બાર એસોસિએશનના અધ્યક્ષને આ આદેશની કોપી મકલતા મૃતક વાદી શબ્દપ્રકાશના નાથી વકિલાતનામું દાખલ કરનારા વકીલને પણ ભવિષ્યમાં સતર્ક રહેવાની સલાહ આપવા કહ્યું છે.