Viral Video: બસ આ જ બાકી હતું હવે! સુહાગરાતનો પણ બનવા લાગ્યો Vlog! કેમેરાની સામે જ...જોઈને આંખો મીંચી લેશો
Watch Viral Video: સુહાગરાત જેવી અંગત વસ્તુના વીડિયો પણ કોઈ લોકો સાથે શેર કરે ખરા? ચોંકાવનારી વાત છે કે હવે લોકો સુહાગરાત જેવી અંગત બાબતો સંલગ્ન વાતો પણ વીલોગ દ્વારા લોકો સાથે શેર કરવા લાગ્યા છે. અહીં હાલ એક કપલનો વીડિયો વાયરલ થયો છે જેને લોકો ખુબ ટ્રોલ કરી રહ્યા છે.
Suhagrat Vlog Viral Video : આજકાલના જમાનામાં સોશિયલ મીડિયાનું ચલણ વધી ગયું છે. જે પણ લાઈફમાં બને તે સોશિયલ મીડિયામાં તો મૂકવું જોઈએ એવું અનેક લોકો માનતા હોય છે. કેટલાક પોતાના લગ્ન કે લાઈફ સંલગ્ન તમામ વિગતો પણ શેર કરતા હોય છે. પરંતુ નવાઈ ત્યાં લાગે જ્યારે કોઈ ખુબ જ અંગતપળોના વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરે. સુહાગરાત જેવી અંગત વસ્તુના વીડિયો પણ કોઈ લોકો સાથે શેર કરે ખરા? ચોંકાવનારી વાત છે કે હવે લોકો સુહાગરાત જેવી અંગત બાબતો સંલગ્ન વાતો પણ વીલોગ દ્વારા લોકો સાથે શેર કરવા લાગ્યા છે. અહીં હાલ એક કપલનો વીડિયો વાયરલ થયો છે જેને લોકો ખુબ ટ્રોલ કરી રહ્યા છે.
વીડિયોમાં એક કપલ જોવા મળી રહ્યું છે. એવું લાગે છે કે હાલમાં જ લગ્ન થયા હશે. પતિ પત્નીને પૂછી રહ્યો છે કે કેવી રહી આપણી સુહાગરાત? પત્નીએ જવાબ આપ્યો કે હજુ થઈ છે ક્યાં? જેના પર પતિએ કહ્યું કે હા એ વાત તો છે કે હજુ ક્યાં થઈ છે. ત્યારબાદ બંને બેડ તરફ ગયા અને સજાવટ જોવા લાગ્યા.
સુહાગરાતનો વીડિયો વાયરલ, કપલ થવા લાગ્યું ટ્રોલ
બેડરૂમમાં હાજર કપલનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. અનેક લોકો કપલના આ વીડિયોને લઈને તેમને ખુબ ટ્રોલ કરી રહ્યા છે. વીડિયો શેર કરતા લખ્યું કે ભાઈ સાહેબ આપણે ક્યાં જઈ રહ્યા છીએ? હવે તો લોકો સુહાગરાતના વીડિયો પણ શેર કરી રહ્યા છે. જેના પર એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે થોડા પૈસા માટે લોકો હવે પોતાની વ્યક્તિગત જીંદગીને પણ વેચવા માટે તૈયાર છે.
વાયરલ વીડિયો પર એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે ભાઈ આટલું જણાવી રહ્યા છો તો પછી બાકીની અપડેટ પણ આપતા રહેજો. આગામી પાર્ટનો અમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. એકે લખ્યું કે હવે ઈજ્જતની વાત કોઈ નથી કરતું, બધા ઈચ્છે છે કે કઈ પણ કરો, બસ ફેમસ થઈ જાઓ.
(Disclaimer: આ એક સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો છે. ઝી24કલાક તેના અંગે કોઈ પુષ્ટિ કરતું નથી.)