મુંબઇ: કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને ભારતમાં પગપેસરો કરી દીધો છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના અનુસાર રાજ્યમાં ઓમિક્રોનના 7 નવા કેસ સામે આવ્યા છે. ઓમિક્રોનના આ નવા કેસમાંથી 3 મુંબઇથી અને 4 પિંપરી ચિંચવાડા નગર પાલિકામાં સંક્રમિત મળી આવ્યા છે. ઓમિક્રોન વેરિએન્ટના આજે સામે આવેલા નવા કેસ બાદ રાજ્યમાં નવા વેરિએન્ટના કેસની કુલ સંખ્યા હવે 17 પર પહોંચી ગઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત મુંબઇમાં આજે કોરોનાના 192 નવા કેસ નોંધાયા છે. મુંબઇમાં 183 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. કોરોનાના લીધે 1 દર્દીનું મોત થયું છે. દેશની આર્થિક રાજધાનીમાં હાલ 11 બિલ્ડીંગ સીલ કરવામાં આવી છે. 

CDS બિપિન રાવત પંચતત્વમાં વિલીન, પુત્રીએ પાર્થિવ દેહને આપ્યો મુખાગ્નિ, 17 તોપોની સલામી અપાઇ


કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ડેલ્ટા સહિત અન્ય વેરિયન્ટની તુલનામાં સૌથી વધુ સંક્રમણ ફેલાવતો વાયરસ માનવામાં આવી રહ્યો છે. આ વેરિયન્ટ ઝડપથી ફેલાવવા પાછળ તેનું મુખ્ય કારણ અસામાન્ય રીતે મ્યૂટેટ થવું મનાય છે. દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનને ખુબ જ ઓછા સમયમાં ડેલ્ટાનું સ્થાન લઈ લીધું છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે તેના ઘણા બધા મ્યુટેશનને કારણે ફરીથી ચેપ પણ લાગી શકે છે. જો કે હજુ સુધી કોઈ ચોક્કસ લક્ષણો જોવા મળ્યા નથી.


જો કે, ઓમિક્રોનના હળવા લક્ષણોને લઈને વૈજ્ઞાનિકોને બીજી એક ચિંતા પરેશાન કરી રહી છે. નિષ્ણાતોના મતે, જ્યારે ઓછા લક્ષણો દેખાય છે ત્યારે લોકો ટેસ્ટિંગ ઘટાડે છે. કેટલાક લોકોને ખબર પણ નથી હોતી કે તેમને કોરોના થઈ ગયો છે. તેથી, હળવા લક્ષણો સાથેનો ચેપ વધુ વાયરલ લોડ સાથેના તાણ કરતાં વધુ ઝડપથી ફેલાઈ શકે છે. દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોનું પણ કહેવું છે કે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓના લક્ષણો સામાન્ય શરદી જેવા જ છે. અન્ય પ્રકારોથી વિપરીત, તેનો ચેપ ગંભીર લક્ષણો દર્શાવતો નથી. તેમાં શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા પણ થતી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube