ગુરૂગ્રામ: દેશમાં કોરોના (કોવિડ-19) ના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron) ને લઈને તમામ રાજ્યોમાં ટેસ્ટિંગ અને સ્ક્રીનિંગ વધારવામાં આવ્યું છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા હરિયાણા સરકારે (Haryana Govt) પણ નિયંત્રણો વધારી દીધા અને સાંજે 6 વાગ્યા બાદ બજારો બંધ થવાના ફરતા થયેલા અહેવાલો પર પૂર્ણવિરામ લાગી ગયું છે. હરિયાણાના મંત્રી અનિલ વીજે આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે વહેલાં બજાર બંધ કરવાના કોઈ આદેશ નથી કરવામાં આવ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી ગાઇડલાઇન્સની વાયરલ ખબર ખોટી
હરિયાણામાં ઓમિક્રોનના કેસ પણ સામે આવ્યા છે. ત્યારબાદ પ્રશાસન એલર્ટ પર છે. રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે પ્રતિબંધોનો નિર્ણય કરવામાં આવ્યો હોવાના સમાચારો સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. વહીવટીતંત્રે સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરી આવતીકાલ ગુરૂવારથી આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનદારો સાંજે 6 વાગ્યા સુધી દુકાન બંધ કરી દેશે તેવા ખોટા ન્યૂઝ સોશિયલ મીડિયા પર ફરવા લાગ્યા હતા. જે વિશે હરિયાણાના મંત્રી અનિલ વીજે સ્પષ્ટતા કરતાં કહ્યું કે આવો કોઈ નિર્ણય નથી લેવાયો.


હરિયાણામાં પહેલેથી જ લાગુ છે આ પ્રતિબંધો
તમને જણાવી દઈએ કે આ પહેલા હરિયાણા સરકારે 'એપિડેમિક એલર્ટ-સેફ હરિયાણા લોકડાઉન' ને 5 જાન્યુઆરી સવારે 5 વાગ્યા સુધી વધારવાનો નિર્ણય લીધો હતો. રાજ્યમાં 25 ડિસેમ્બરથી નાઇટ કર્ફ્યુ પણ લાગુ છે. તો બીજી તરફ જાહેર કાર્યક્રમો અથવા કાર્યક્રમોમાં 200 થી વધુ લોકોને મંજૂરી નથી.

Defence Ministry એ જાહેર કર્યું નોટિફિકેશન, આ નિર્ણયથી સીધા 3000 કરોડ રૂપિયા બચશે


વેક્સીનના બંને ડોઝ જરૂરી
હરિયાણામાં જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેમને જ જાહેર સમારોહો અને કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી છે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝેશન ફરજિયાત રહેશે. જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો સંબંધિત વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે.


છ મહિના પછી કોરોનાના 100 થી વધુ કેસ
હરિયાણામાં છ મહિના બાદ મંગળવારે એક જ દિવસમાં કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા છે. મંગળવારે રાજ્યમાં 126 કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. આ દરમિયાન એક દર્દીએ જીવ પણ ગુમાવ્યો છે. અગાઉ 27 જૂન, 2021ના રોજ હરિયાણામાં કોવિડના 115 કેસ જોવા મળ્યા હતા.

Airport પર જ સ્ટાર કપલ કરવા લાગ્યું બેડરૂમવાળી હરકત, લોકોએ ભાંડી ગાળો


ઓમિક્રોનના 14 કેસ
હરિયાણામાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 14 કેસ નોંધાયા છે. તેમાંથી 7 સક્રિય દર્દીઓ છે, જ્યારે સાત સ્વસ્થ થયા બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા છે. રાજ્યમાં સક્રિય કોવિડ દર્દીઓની સંખ્યા વધીને 627 થઈ ગઈ છે. 444 શંકાસ્પદ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube