નવી દિલ્હીઃ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના સતત વધી રહેલા કેસો વચ્ચે દેશમાં ફરી આકરા પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. આ સંદર્ભમાં ભારત સરકારે રાજ્યોને પત્ર લખ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને આકરા પગલા ભરવાના નિર્દેશ આપ્યા છે. મહત્વનું છે કે ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન 200થી વધુ કેસ સામે આવી ચુક્યા છે. આ કેસ 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેલ્ટાની તુલનામાં 3 ગણો વધુ સંક્રમાક છે ઓમિક્રોન
રાજ્યોને લખેલા પોતાના પત્રમાં સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ- ઓમિક્રોન ડેલ્ટાની તુલનામાં ઓછામાં ઓછો 3 ગણો વધુ સંક્રામક છે. તેથી સ્થાનીક અને જિલ્લા સ્તર પર વધુ દૂરદર્શિતા, ડેટા વિશ્લેષણ, ગતિશીલ નિર્ણય લેવા અને કડક તથા ત્વરિત પ્રતિબંધ કાર્યવાહીની જરૂરીયાત છે. તેમણે પત્રમાં લખ્યું કે ડેલ્ટા હજુ પણ દેશના વિવિધ ભાગમાં હાજર છે. તેમણે રાજ્યોને ઓમિક્રોનના વધતા કેસને જોતા પ્રતિબંધ અને સર્વેલાન્સ વધારવાનું કહ્યું છે. 


આ પણ વાંચોઃ 14માં રાજ્યમાં ફેલાયો ઓમિક્રોન, જમ્મુમાં મળ્યા 3 સંક્રમિત, મહારાષ્ટ્રમાં 11 નવા કેસ


જિલ્લા સ્તર પર લગાવવામાં આવે પ્રતિબંધ
તેમણે કહ્યું- વૈજ્ઞાનિક પરિણામોના આધાર પર, વીઓસી ઓમિક્રોન ડેલ્ટા વીઓસીની તુલનામાં ઓછામાં ઓછો 3 ગણો વધુ સંક્રામક છે. ડેલ્ટા વીઓસી હજુ પણ દેશના વિવિધ ભાગમાં હાજર છે. તેથી સ્થાનીક અને જિલ્લા સ્તર પર દૂરદર્શિતા, ડેટા વિશ્લેષણ, ઝડપથી નિર્ણય લેવા અને કડક તથા તત્કાલ કાર્યવાહીની જરૂરીયાત છે. તેમણે આગળ કહ્યું કે, જ્યાં છેલ્લા એક સપ્તાહમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ 10 ટકા કે તેનાથી વધુ છે અને ઓક્સીજન સમર્થિત કે આઈસીયૂ બેડ પર 40 ટકા કે તેનાથી વધુ ભરેલા છે, ત્યાં જિલ્લા સ્તર પર નિવારણના ઉપાય અને પ્રતિબંધ લગાવવા જોઈએ. 


તેમણે રાજ્યોને કન્ટેઈનમેન્ટ, ટેસ્ટિંગ અને સર્વેલાન્સ, ક્લીનિકલ મેનેજમેન્ટ, રસીકરણ અને કોવિડ પ્રોટોકોલને લઈને પણ કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે. આ પહેલા દિવસમાં સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે, તે વાતના કોઈ પૂરાવા નથી કે હાલની રસી કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ પર કામ કરતી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube