નવી દિલ્હીઃ Omicron Cases In India: કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો પ્રકોપ મહારાષ્ટ્રમાં સતત વધી રહ્યો છે. રાજ્યમાં આવે કોરોના વાયરસના નવા સ્વરૂપના 8 કેસ સામે આવ્યા છે. જેમાંથી 7 કેસ મુંબઈ અને એક કેસ વસઈ વિહારમાં નોંધાયો છે. સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે, પ્રાથમિક જાણકારી અનુસાર તેમાંથી કોઈ વ્યક્તિએ વિદેશ યાત્રા કરી નથી. ઓમિક્રોન વેરિએન્ટ સૌથી પહેલાં દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો હતો. હવે તે અનેક દેશોમાં પહોંચી ગયો છે. ભારતમાં અત્યાર સુધી 53 લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. તેમાંથી સૌથી વધુ મહારાષ્ટ્રમાં 28 કેસ છે. 28માંથી 9 દર્દી સાજા થઈ ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં કોરોના કેસ
રાજ્યમાં મંગળવારે કોરોનાના 684 કેસની પુષ્ટિ થઈ અને 24 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 66,45,136 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને તેમાંથી 64,93,688 સાજા થઈ ચુક્યા છે. તો 1,41,288 લોકોના મૃત્યુ થયા છે. આ સમયે રાજ્યમાં 6481 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 

દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 53
 મહારાષ્ટ્ર 28
રાજસ્થાન 9
ગુજરાત 4
કર્ણાટક 3
દિલ્હી 6
આંધ્ર પ્રદેશ 1
કેરળ 1
ચંદીગઢ 1


વીકે પોલે ચિંતા વ્યક્ત કરી 
કોવિડ ટાસ્ક ફોર્સના વડા વીકે પોલે મંગળવારે જણાવ્યું હતું કે ભારતમાં વેક્સીન પ્લેટફોર્મ હોવું જોઈએ જે વાયરસની બદલાતી પ્રકૃતિને "ઝડપથી સ્વીકાર્ય" હોય. તેમણે કહ્યું, "સંભવિત દૃશ્ય છે કે આપણી રસીઓ ઉભરતા સંજોગોમાં બિનઅસરકારક હોઈ શકે છે. ઓમિક્રોનના એક્સપોઝર વચ્ચેના છેલ્લા ત્રણ અઠવાડિયામાં, અમે જોયું છે કે કેટલી શંકાઓ ઊભી થઈ છે, જેમાંથી કેટલીક વાસ્તવિક હોઈ શકે છે, તેમ છતાં અમારી સામે અંતિમ ચિત્ર હજી પણ નથી.


ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, નીતિ આયોગના સભ્ય વીકે પૌલે કહ્યું, "તેથી, અમારા માટે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે કે અમારી પાસે ઝડપથી અનુકૂલનક્ષમ રસી પ્લેટફોર્મ છે. આપણે આપણી જાતને એવી પરિસ્થિતિ માટે તૈયાર કરવી પડશે કે જ્યાં આપણે બદલાતી પરિસ્થિતિ અનુસાર રસીને સુધારી શકીએ. આ દર ત્રણ મહિને કરી શકાતું નથી, જો કે, દર વર્ષે આ કરવું શક્ય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube