મહારાષ્ટ્રમાં Omicron ના 8 નવા કેસ, ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી લઈને BMCએ જાહેર કરી ગાઇડલાઇન
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યાં છે. રાજ્યમાં આજે નવા આઠ કેસ સામે આવ્યા છે. મુંબઈ કોર્પોરેશને ઓમિક્રોનને જોતા નવી ગાઇડલાઇન જાહેર કરી છે.
મુંબઈઃ કોરોના અને તેના નવા વેરિએન્ટ ઓમિક્રોનને કારણે એકવાર ફરી ડરનો માહોલ ઉભો થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં તેના કેસ ઝડપથી વધી રહ્યાં છે. નવા અપડેટની વાત કરીએ તો રાજ્યમાં ઓમિક્રોનના વધુ 8 કેસ સામે આવ્યા છે. તેમાંથી 4 દર્દી મુંબઈ એરપોર્ટ સર્વેલાન્સ, 3 સતારા અને 1 દર્દી પુણેનો છે. આ સાથે રાજ્યમાં ઓમિક્રોનના કેસનો આંકડો 48 થઈ ગયો છે. પરંતુ તેમાંથી 28 લોકોનો નેગેટિવ આરટી પીસીઆર ટેસ્ટ આવ્યા બાદ રજા આપી દેવામાં આવી છે.
સ્થિતિને જોતા રાજ્યમાં નિયમો કડક કરવામાં આવી રહ્યાં છે. આ કડીમાં મુંબઈ કોર્પોરેશને 25 ડિસેમ્બર એટલે કે ક્રેસમસ ડે અને નવા વર્ષના જશ્નને લઈને ખાસ ગાઇડલાઇન જાહેર કરી છે.
- બંધ હોલમાં કોઈ કાર્યક્રમ માટે હોલની ક્ષમતાના 50 ટકા લોકોને ભાગ લેવાની મંજૂરી હશે. તો ખુલી જગ્યામાં ક્ષેત્રની કુલ ક્ષમતાના 25 ટકા લોકોને ભાગ લેવાની મંજૂરી હશે.
- જો કોઈ કાર્યક્રમ માટે 1 હજારથી વધુ લોકો ભેગા થવાના છે તો તે માટે લોકલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પાસે પહેલા મંજૂરી લેવી પડશે.
આ પણ વાંચોઃ 18 વર્ષની યુવતી સાથે સેક્સ કરી શકો, લગ્ન નહીં? અસદુદ્દીન ઓવૈસીએ ઉઠાવ્યા સવાલ
- તમામ હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, મોલ અને અન્ય તમામ સરકારી ઓફિસોમાં હાજરી સંબંધમાં નિયમોનું કડક પાલન કરવું પડશે.
- તમામ નાગરિકોએ કોવિડ-19 રસીના બંને ડોઝ સાથે રસીકરણ પૂરુ કરાવવું પડશે. જાહેર પરિહન અને જાહેર સ્થળોએ એવા લોકોને મંજૂરી આપવામાં આવશે, જેણે બે ડોઝ લીધા છે. નિયમોનો ભંગ કરવા પર કાર્યવાહી કરવામાં આવશે.
- જાહેર સ્થળો/ સંસ્થાકીય કાર્યક્રમમાં કાર્યરત તમામ કર્મચારીઓ સાથે-સાથે કોઈ સમારહોમાં ઉપસ્થિત તમામ કર્મચારીઓએ રસીના બંને ડોઝ લેવા ફરજીયાત છે. નિયમોનું ઉલ્લંઘન કરવા પર ઇન્સ્ટિટ્યુટ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
- માસ્કનો ઉપયોગ, વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટેન્સિંગ, તમામ પરિસર/રૂમ/શૌચાલયોની નિયમિત સફાઈ અને સેનેટાઇઝેશન ફરજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube