Omicron In India: દેશ પર ઓમિક્રોનનો ખતરો, દિલ્હીમાં લાગ્યો પ્રતિબંધ, ગુરૂવારે PM મોદી કરશે બેઠક
Omicron Cases Increasing: દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે કે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે દિલ્હીમાં કોઈ મેળાવડો ન થાય.
નવી દિલ્હીઃ Omicron Cases Increasing In India: ક્રિસમસ (Christamas) અને નવા વર્ષ (New year) પહેલા દેશ પર કોરોના વાયરસના (Coronavirus) ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant) નો ખતરો ઉભો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં ઓમિક્રોન કેસની સંખ્યા ડબલ થઈ ગઈ છે. અમેરિકા અને બ્રિટન જેવા દુનિયાના શક્તિશાળી દેશોમાં આ વેરિએન્ટે તબાહી મચાવવાનું શરૂ કરી દીધુ છે. કેન્દ્રએ રાજ્ય સરકારોને પત્ર લખીને કડક નિયમ બનાવવાની ચેતવણી આપી છે અને ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોનાની સ્થિતિ પર બેઠક કરવાના છે.
દિલ્હીમાં નવી ગાઇડલાઇન જાહેર
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી દુનિયાના ઓમિક્રોન ચાર્જમાં 57માં સ્થાને છે. દિલ્હીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ 31 ડિસેમ્બર સુધી કોવિડ-19 પ્રતિબંધોને લંબાવી દીધા છે અને ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન સામાજિક અને સાંસ્કૃતિક સમારહો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ અને પબમાં ક્ષમતા 50 ટકા કરી દેવામાં આવી છે. તો બેન્કેટ હોલ મીટિંગ્સ, લગ્ન અને સંમેલનોમાં સંપૂર્ણ રીતે કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવશે.
આજે પાંચ રાજ્યોમાં 22 નવા કેસ આવ્યા
કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિએન્ટ દેશમાં ઝડપથી ફેલાય રહ્યો છે. બુધવારે કેરલમાં ઓમિત્રોનના નવ, ગુજરાતમાં 9, રાજસ્થાનના જયપુરમાં 4, આંધ્ર અને ઉત્તરાખંડમાં 1 તથા હરિયાણામાં બે કેસ સામે આવ્યા છે. હવે દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 242 થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે ઘણા રાજ્યોએ કડકાઈ વધારી, આ જગ્યાએ લાગ્યા પ્રતિબંધો
પીએમ મોદીની ગુરૂવારે બેઠક
ઓમિક્રોન વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે, તેને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે બેઠક કરશે. પીએમ મોદી આ બેઠક દરમિયાન કોરોનાની સ્થિતિ અને નવા વેરિએન્ટને લઈને ચર્ચા કરશે.
મુખ્યમંત્રી કેજરીવાલ કરશે બેઠક
કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓને લઈને મુખ્યમંત્રી કેજરીવાલ ગુરૂવારે બેઠક કરશે. કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટને લઈને કેજરીવાલ તૈયારીઓનું નિરીક્ષણ કરશે. ગુરૂવારે સવારે 11 કલાકે સચિવાલયમાં બેઠક બોલાવવામાં આવી છે. સંબંધિત મંત્રી અને અધિકારીઓ બેઠકમાં સામેલ થશે. આ બેઠકમાં હોસ્પિટલ બેડ, ઓક્સીજન, દવાઓ સહિત હોમ આઈસોલેશનની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે.
ક્યા રાજ્યોમાં કેટલા કેસ?
મહારાષ્ટ્ર- 65
દિલ્હી- 54
તેલંગાણા - 20
કર્ણાટક-19
રાજસ્થાન-22
કેરળ-24
ગુજરાત-23
J&K-3
ઓડિશા-2
ઉત્તર પ્રદેશ-2
આંધ્ર પ્રદેશ - 2
ચંડીગઢ-૧
તમિલનાડુ-1
બંગાળ-1
હરિયાણા - 2
ઉત્તરાખંડ - 1
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube