ભારતમાં વધુ એક લૉકડાઉન? ઓમિક્રોને વગાડી ખતરાની ઘંટી, કેન્દ્રએ રાજ્યોને આપ્યો નિર્દેશ
કેન્દ્રએ રાજ્યને તે લોકો માટે 100 ટકા કવરેજ નક્કી કરવા માટે કહ્યું છે, જેણે હજુ સુધી કોરોના વાયરસ વિરુદ્ધ પોતાનો પ્રથમ ડોઝ મળ્યો નથી અને બીજા ડોઝને પાત્ર લાભાર્થીઓ માટે પણ રસીકરણમાં તેજી લાવવાનું કહ્યું છે.
નવી દિલ્હીઃ શું ભારત ફરી લૉકડાઉન તરફ આગળ વધી રહ્યું છે? કેન્દ્રનો રાજ્યો સાથેનો હાલનો સંવાદ તે તરફ ઈશારો કરી રહ્યો છે. કેન્દ્રએ ગુરૂવારે મતદાન વાળા રાજ્યના તંત્રને કોવિડ-19 રસીકરણમાં તેજી લાવવાનું કહ્યું, ખાસ કરીને તે જિલ્લામાં ત્યાં અત્યાર સુધી રસીકરણનું કવરેજ ઓછુ છે. કેન્દ્રએ તંત્રને કોરોના વિરુદ્ધ રસી વગરના લોકોની રક્ષા માટે જલદી વેક્સિન લગાવવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રની આ સલાહ તે દિવસે આવી છે જ્યારે દેશમાં કોરોના વાયરસના નવા સંક્રામક ઓમિક્રોન વેરિએન્ટના પ્રસારની સાથે-સાથે દૈનિક કોવિડ-19ના આંકડામાં નોંધનીય વૃદ્ધિ થઈ છે. તેને લઈને દિવસમાં સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યારબાદની એક બેઠકની અધ્યક્ષતા કરવાની છે.
આ રાજ્યો પર વિશેષ ધ્યાન
ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવા સહિત અન્ય રાજ્યોમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તૈયારીની સાથે, ઘણા સ્થળો પર ચૂંટણી પ્રચાર જોર-શોરથી શરૂ થઈ ગયો છે અને રેલીઓમાં ભીડ થઈ રહી છે. ડર છે કે તેમાંથી કોઈપણ જગ્યા કોરોના વાયરસના પ્રસાર માટે સંભવિત હોટસ્પોટમાં બદલાય શકે છે. તેને જોતા કેન્દ્રએ ગુરૂવારે ચૂંટણીવાળા રાજ્યોના તંત્રને પત્ર લખીને કહ્યું કે, કોવિડ-19 વિરુદ્ધ રસીકરણમાં તેજી લાવો, વિશેષ રૂપથી તે જિલ્લામાં જ્યાં હજુ સુધી રસીકરણ ઓછુ થયું છે.
આ પણ વાંચોઃ ગાય કેટલાક લોકો માટે ગુનો હોઈ શકે છે, અમારા માટે માતા છે: પીએમ મોદી
રસીકરણમાં તેજી લાવે રાજ્ય
કેન્દ્રએ રાજ્યને તે લોકો માટે 100 ટકા કવરેજ નક્કી કરવા માટે કહ્યું છે, જેણે હજુ સુધી કોરોના વાયરસ વિરુદ્ધ પોતાનો પ્રથમ ડોઝ મળ્યો નથી અને બીજા ડોઝને પાત્ર લાભાર્થીઓ માટે પણ રસીકરણમાં તેજી લાવવાનું કહ્યું છે. કેન્દ્રએ તે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જ્યાં રસીકરણ કવરેજ રાષ્ટ્રીય એવરેજથી નીચુ છે, ઘરે-ઘરે રસીકરણ અભિયાનને મજબૂત કરવાનું આહ્વાન કર્યું છે. તેમણે રાજ્યોને આગામી તહેવારના સપ્તાહ પહેલા સ્થાનીક પ્રતિબંધો પર વિચાર કરવાનું કહ્યું છે. કન્ટેઈન્મેન્ટ ઝોનના સંબંધમાં, રાજ્ય ત્યાં રાત્રી કર્ફ્યૂ લગાવી શકે છે અને નવા કોવિડ ક્લસ્ટરના મામલામાં મોટી સભાઓ, વિશેષ રૂપથી કન્ટેઈન્મેન્ટ ઝોન, બફર ઝોનમાં નિયમોનું કડક પાલન કરાવવાનું કહ્યું છે.
રાત્રી કર્ફ્યૂ લગાવે રાજ્ય
કોવિડ સમીક્ષા બેઠકમાં કેન્દ્રએ રાજ્યોને કહ્યું- તમારૂ મનોબળ તૂટવા ન દો. પ્રતિબંધને લઈને રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે તે નાઇટ કર્ફ્યૂ લાગૂ કરે અને મોટા સમારહો પર ખાસ ધ્યાન રાખે.