Omicron Effect: દિલ્હીમાં New Year અને Christmas ની ઉજવણી પર લાગ્યો પ્રતિબંધ, જાહેર થઈ નવી ગાઇડલાઇન
ડીડીએમએ કહ્યું છે, તમામ જિલ્લા વહીવટી તંત્ર અને ડીસીપી તે વાત નક્કી કરે કે દિલ્હીમાં નવા વર્ષ અને ક્રિસમસની ઉડવણી કરવા માટે કોઈ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ, સભા કે ભીડ ભેગી ન થાય.
નવી દિલ્હીઃ DDMA New Coronavirus Guidelines: કોરોના વાયરસ (Coronavirus) ના ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant) ના વધતા કેસ વચ્ચે દેશની રાજધાની દિલ્હી (Delhi) માં નવા વર્ષ (New Year) અને ક્રિસમસ (Christmas) ને લઈને નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ડીડીએમએ (DDMA) નવા વર્ષ પર થનાર જશ્ન અને ક્રિસમસ દરમિયાન ભેગી થતી ભીડ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. એટલે કે વર્ષના અંતમાં બે મોટા તહેવાર પર લોકો ભેગા થઈ શકશે નહીં અને તહેવાર ફીકો રહેશે.
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પોતાના આદેશમાં કહ્યું કે, પોત-પોતાના ક્ષેત્રમાં તમામ ડીએમ નવી ગાઇડલાઇનનું પાલન કરાવો. કામ કરવાની જગ્યા પર અને દુકાનોમાં નો-માસ્ક નો-એન્ટ્રીને કડક રીતે લાગૂ કરવાનું પણ કહ્યું છે. તે માટે જિલ્લા તંત્રને દરરોજ રિપોર્ટ આપવાનું પણ કહ્યું છે.
ડીડીએમએ કહ્યું છે, તમામ જિલ્લા વહીવટી તંત્ર અને ડીસીપી તે વાત નક્કી કરે કે દિલ્હીમાં નવા વર્ષ અને ક્રિસમસની ઉડવણી કરવા માટે કોઈ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ, સભા કે ભીડ ભેગી ન થાય.
રેસ્ટોરન્ટથી લઈને ખેલ અને ધાર્મિક સભાઓ સુધી નવી ગાઇડલાઇન
ડીડીએમએએ પોતાની નવી ગાઇડલાઇનમાં સામાજિક, રાજકીય, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, તહેવારો સાથે જોડાયેલી સભાઓ અને અન્ય સભાઓ પર દિલ્હીમાં સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે રેસ્ટોરન્સ અને બારમાં કુલ ક્ષમતાના 50 ટકાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય ઓડિટોરિયમ અને એસેમ્બલી હોલ્સ પર લાગૂ થશે.
લગ્ન સમારોહ સહિત આ વસ્તુ પર નવી ગાઇડલાઇન
દિલ્હીમાં હવે હોલમાં થનારા લગ્નોમાં 200થી વધુ લોકોને ભેગા થવાની મંજૂરી મળશે નહીં. આ સિવાય રમત એક્ટિવિટી દરમિયાન સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં દર્શકોને બેસવાની મંજૂરી હશે નહીં. માન્યતા પ્રાપ્ત સાપ્તાહિક બજારોને મંજૂરી હશે પરંતુ તેમણે કોરોના સાથે જોડાયેલા નિયમોનું કડકથી પાલન કરવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube