Omicron Risk in India: કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટની સંક્રમકતા ખુબ જ વધુ છે અને આજ કારણે એક્સપર્ટ તેણે હલ્કામાં નહીં લેવાની સલાહ આપી રહ્યા છે. ઓમિક્રોનની ઝપેટમાં હવે ધીમેધીમે બાળકો આવી રહ્યા છે. વેક્સિનના અભાવના કારણે બાળકોમાં આ બિમારીનો ખતરો વધુ છે. નિષ્ણાતોના મતે, રસી લાગુ ન થાય ત્યાં સુધી બાળકોને સુરક્ષિત રાખવાનો એકમાત્ર રસ્તો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓમિક્રોન વેરિયન્ટના કારણે દેશમાં કોરોના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. WHOનું કહેવું છે કે ડેલ્ટા અને ઓમિક્રોનના લીધે કોરોનાની સુનામી આવી શકે છે. આ વેરિયન્ટનો ખતરો દરેક ઉંમરના લોકોને છે પરંતુ બાળકો પર તેની અસર ચિંતા વધારી શકે છે. અમેરિકામાં બાળકો ઝડપથી ઓમિક્રોનના ઝપેટમાં આવી રહ્યા છે. હોસ્પિટલોના બાળ ચિકિત્સા વિભાગ પુરી રીતે ભરાઈ ચૂક્યા છે. બાળકોની હાલત જોઈને એક્સપર્ટ ચિંતિત છે અને બાળકોમાં વેક્સિનેશન વધારવા પર ભાર મૂકવાની જરૂરિયાત જણાઈ રહી છે.


હોસ્પિટલોમાં વધી રહ્યા છે બાળકોની સંખ્યા
અમેરિકન એકેડેમી ઑફ પેડિયાટ્રિક્સ અનુસાર 23 ડિસેમ્બરના અઠવાડિયામાં લગભગ 199,000 બાળકો કોરોનાથી સંક્રમિત થયાના અહેવાલ છે, જે મહિનાના પ્રાથમિક આંકડા કરતાં 50 ટકા વધુ છે. જ્યારે 28 ડિસેમ્બરના સપ્તાહમાં હોસ્પિટલમાં દાખલ 0-17 વર્ષની વયના લોકોની સંખ્યા લગભગ 378 હતી, જે પ્રથમ સપ્તાહ કરતાં 66.1 ટકા વધુ હતી. અગાઉ આ સંખ્યા 1 સપ્ટેમ્બરના રોજ ડેલ્ટા વેરિયન્ટમાં જોવા મળી હતી. ત્યારબાદ, હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોમાં 18-29 વર્ષની વય જૂથના લોકો વધુ છે. જો કે, વૃદ્ધો કરતાં તેમને ગંભીર બીમારીનું જોખમ ઓછું હોય છે.


ટેક્સાસ ચિલ્ડ્રન્સ હોસ્પિટલના પેથોલોજિસ્ટ અને ઇમ્યુનોલોજિસ્ટ જિમ વર્સાલોવિકે જણાવ્યું છે કે, 'મને લાગે છે કે આ ક્ષણે તે માત્ર સંખ્યાની રમત છે. અમે અત્યાર સુધી જે સમજી શક્યા છીએ તેના આધારે અમે કહી શકીએ છીએ કે ઓમિક્રોન વધુ ગંભીર ચેપનું કારણ નથી, પરંતુ તે બાળકોને વધુ સંક્રમિત કરી રહ્યો છે. આ જ કારણ છે કે કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ બાળકોની સંખ્યામાં વધારો થયો છે. જો કે, પુખ્ત વયના લોકોની જેમ ઓમિક્રોનથી બાળકોમાં માત્ર હળવો રોગ જોવા મળી રહ્યો છે.


ન્યૂયોર્કમાં નોર્થવેલ હેલ્થ હોસ્પિટલ સિસ્ટમના બાળરોગ નિષ્ણાત હેનરી બર્નસ્ટેઈનને જણાવ્યું છે કે, ભલે ગંભીર રીતે બીમાર થતા બાળકોની ટકાવારી ઓછી છે, પરંતુ મોટી સંખ્યાની નાની ટકાવારી પણ ખૂબ મોટી સંખ્યા હોય છે. વૃદ્ધોની તુલનામાં ઓછી ઉંમરના લોકો વધુ ચેપગ્રસ્ત અને હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે અહીં 5-11 વર્ષના બાળકોનું રસીકરણ દર ખૂબ જ ધીમો છે.


રસી એ એકમાત્ર બચાવ
નિષ્ણાતો કહે છે કે રસી લેવામાં સમય બગાડવો જોઈએ નહીં અને આ વાત દરેકને લાગુ પડે છે. ડોકટરોનું કહેવું છે કે હાલમાં હોસ્પિટલોમાં જેમની હાલત ગંભીર બની રહી છે તેમાંથી મોટાભાગના એવા છે જેમને રસી લીધી નથી. ભારતમાં પણ 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષની વયના બાળકોને કોરોનાની રસી મળવાનું શરૂ થઈ જશે. જ્યારે, 2-15 વર્ષ સુધીના બાળકો માટે રસીની ટ્રાયલ ચાલી રહી છે. ભારત બાયોટેકના જણાવ્યા અનુસાર, તેમની કોરોના રસી BBV152 (કોવેક્સિન) બીજા અને ત્રીજા તબક્કાના અભ્યાસમાં નાના બાળકો માટે સલામત અને રોગપ્રતિકારક હોવાનું જાણવા મળ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube