બેંગ્લુરુ: કર્ણાટકના બેંગ્લુરુમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટથી સંક્રમિત બે કેસ મળી આવ્યા છે. પરંતુ આ બધા વચ્ચે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. વાત જાણે એમ છે કે સાઉથ આફ્રિકાથી એક નાગરિક જે  ભારત આવીને દુબઈ જતો રહ્યો હતો તે પણ હવે Omicron થી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તે દુબઈ પાછો ફર્યો ત્યારબાદ જીનોમ સિક્વેન્સિંગ (Genome Sequencing)નો રિપોર્ટ આવ્યો. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં ઓમિક્રોનના આ પહેલો કેસ હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Omicron થી સંક્રમિતની ટ્રાવેલ હિસ્ટ્રી
ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા રિપોર્ટ મુજબ Omicron થી સંક્રમિત દક્ષિણ આફ્રિકાના નાગરિકની ઉંમર 66 વર્ષ છે. તે એક ફાર્માસ્યુટિકલ કંપનીના રિપ્રેઝન્ટેટિવ છે. Omicron સંક્રમિત 27 નવેમ્બરના રોજ ભારતના બેંગ્લુરુથી દુબઈ જતો રહ્યો. આ વ્યક્તિ 20 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યો હતો. જ્યારે તે બેંગ્લુરુ પહોંચ્યો ત્યારે તપાસમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 


Corona: દક્ષિણ આફ્રિકાથી જયપુર પાછા ફરેલા 4 લોકો કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા 5 લોકો પણ વાયરસ સંક્રમિત


સ્ટાર હોટલમાં રોકાયો હતો ઓમિક્રોન સંક્રમિત
અત્રે જણાવવાનું કે 20 નવેમ્બરના રોજ સાઉથ આફ્રિકાનો આ નાગરિક બેંગ્લુરુના વસંતનગરમાં સ્ટાર હોટલમાં રોકાયેલો હતો. ત્યારબાદ તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો તો તે કોવિડ-19 પોઝિટિવ મળી આવ્યો. 


Alert! ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી, આ છે Omicron Variant ના 3 સૌથી મોટા લક્ષણ, ખાસ જાણો


હોટલ સ્ટાફને આ રીતે આપ્યો ચકમો
ત્યારબાદ 22 નવેમ્બરે આ વ્યક્તિનું સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ આગામી 23 નવેમ્બરે વ્યક્તિએ પ્રાઈવેટ લેબમાં ટેસ્ટ કરાવ્યો જ્યાં તેનો કોરના રિપોર્ટ એકવાર ફરીથી નેગેટિવ આવ્યો. ત્યારબાદ તેણે હોટલ સ્ટાફને પોતાનો કોરોના નેગેટિવ રિપોર્ટ દેખાડ્યો અને ત્યાંથી ચેકઆઉટ કરી લીધુ. 


જીનોમ સિક્વેન્સિંગનો રિપોર્ટ સામે આવ્યા બાદ જ્યારે લોકલ પ્રશાસન સાઉથ આફ્રિકાના તે નાગરિકની શોધમાં ગયું તો ખબર પડી કે તે તો દુબઈ પહોંચી ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube