નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. એક્સપર્ટ્સ આશંકા વ્યક્ત કરે છે કે ભારતમાં ઓમિક્રોનના કારણે કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. ભારતમાં ઓમિક્રોનના કેસ હાલ 578 થઈ ગયા છે. જેમાં સૌથી વધુ દિલ્હીમાં 142 અને બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 141 કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં કોરોનાના 6,531 નવા કેસ
આજે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6,531 કેસ નોંધાયા છે. જ્યારે 7,141 લોકો રિકવર પણ થયા છે. હાલ દેશમાં 75,841 દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ 98.40% નોંધાયો છે. 


ઓમિક્રોનના કુલ 578 કેસ
લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિએન્ટના કુલ 578 કેસ નોંધાયેલા છે. જેમાં દિલ્હીમાં સૌથી વધુ 142 કેસ નોંધાયા છે જ્યારે ત્યારબાદ મહારાષ્ટ્રમાં 141 કેસ રિપોર્ટ થયા છે. કેરળમાં 57, ગુજરાતમાં 49, રાજસ્થાનમાં 43, તેલંગણામાં 41, તમિલનાડુમાં 34, કર્ણાટકમાં 31, મધ્ય પ્રદેશમાં 9 અને આંધ્ર પ્રદેશમાં 6 કેસ નોંધાયા છે. જ્યારે હરિયાણામાં 4, ઓડિશામાં 4, ચંડીગઢમાં 3, જમ્મુ અને કાશ્મીરમાં 3, ઉત્તર પ્રદેશમાં 2 તથા લદાખ અને ઉત્તરાખંડમાં ઓમિક્રોનના એક-એક કેસ નોંધાયા છે. 


Omicron ના જોખમ વચ્ચે મોટા સમાચાર! બીજા ડોઝ બાદ આટલા સમય પછી મળી શકશે બૂસ્ટર ડોઝ


કુલ નોંધાયેલા 578 કેસમાંથી અત્યાર સુધીમાં 151 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. દેશમાં ઓમિક્રોનનો ભરડો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ઓમિક્રોન અત્યાર સુધીમાં 19 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. 


Omicron નું આ છે સૌથી પહેલું લક્ષણ, જેની તમે આ રીતે કરી શકો છો ઓળખ, ખાસ જાણો


આ રાજ્યોમાં પહેલેથી લાગૂ છે નાઈટ કરફ્યૂ
ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા અને કર્ણાટક, ગુજરાતમાં નાઈટ કરફ્યૂ પહેલેથી જ લાગૂ છે. કહેવાય છે કે દિલ્હીમાં કોરોનાના વધતા કેસને પગલે યલ્લો અલર્ટ જલદી લાગૂ કરાશે. યલ્લો અલર્ટ હેઠળ નાઈટ કરફ્યૂ, શાળા કોલેજો, બિનજરૂરી સામાનની દુકાનો બંધ કરવી, મેટ્રો ટ્રેનોમાં અડધી ક્ષમતા સાથે બેસવાની વ્યવસ્થા અને અન્ય પ્રતિબંધો લગાવવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube