નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધ રસીકરણ ભારતમાં હજુ તો પૂરું પણ નથી થયું ત્યાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ Omicron સ્વરૂપમાં નવું જોખમ દેશ સામે આવીને ઊભું રહી ગયું છે. Omicron પર થઈ રહેલા શરૂઆતના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે Covishield સહિત તમામ રસીઓ કોરનાના નવા વેરિએન્ટ વિરુદ્ધ કારગર નથી. તમામ રસીઓ ઓમિક્રોનને રોકવામાં સફળ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ વેક્સીન Omicron થી સંક્રમિત થવા પર વધુ બીમાર પડતા તો બચાવી લે છે પરંતુ તેના સંક્રમણને રોકી શકતી નથી. રિસર્ચમાં ફક્ત Pfizer અને Moderna રસી અંગે સારા સમાચાર મળ્યા છે. ફાઈઝર અને મોર્ડર્ના રસીના બૂસ્ટર ડોઝ લાગ્યા બાદ ઓમિક્રોનથી રોકવામાં શરૂઆતી સ્તરે સફળતા મળતી જોવા મળી રહી છે. 


પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે AstraZeneca, Johnson & Johnson સહિત ચીન અને રશિયા નિર્મિત રસી પણ ઓમિક્રોનને રોકવામાં સક્ષમ નથી. મુસીબત એ છે કે હજુ પણ દુનિયાભરમાં મોટા પાયે લોકોને રસી મળી જ નથી. આવામાં સંક્રમણના કેસ ઝડપથી વધવા એ નબળી ઈમ્યુનિટીવાળા લોકો માટે મોટું જોખમ છે. રસીકરણ પૂરું ન થવાના કારણે અને નવા વેરિએન્ટથી પણ જોખમ પેદા થવાનો ખતરો છે. 


Corona Update: ઓમિક્રોનના જોખમ પર AIIMS પ્રમુખે આપી 'ચેતવણી'- કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહો


નોંધનીય છે કે Pfizer and Moderna રસીને બનાવવામાં mRNA ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. જે તમામ પ્રકારના સંક્રમણ અને વેરિએન્ટથી સુરક્ષા આપે છે. જ્યારે અન્ય રસીઓ જૂની ટેક્નિક પર આધારિત છે. 


Corona થી દુનિયા આખી ત્રાહિમામ, પણ આ 10 દેશમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી


બ્રિટનમાં થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે Oxford-AstraZeneca ની રસી પણ કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને રોકવા માટે સક્ષમ નથી. સ્ટડીમાં કોવિશીલ્ડ રસીએ રસીકરણના 6 મહિના બાદ ઓમિક્રોનને રોકવામાં સક્ષમતા દેખાડી નથી. ચિંતાની વાત એ છે કે ભારતમાં લગભગ 90 ટકા લોકોએ કોવિશીલ્ડ રસીના ડોઝ લીધા છે. ભારત ઉપરાંત આફ્રિકાના 44 દેશોમાં Oxford-AstraZeneca ની રસી મોટા પાયે લોકોને મળેલી છે. 


ભારતમાં ઓમિક્રોનના 160 કેસ થયા
સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટ મુજબ ઓમિક્રોન દેશના 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં દસ્તક દઈ ચૂક્યો છે. દિલ્હીમાં બે નવા કેસ ઉપરાંત કર્ણાટકમાં ઓમિક્રોનના પાંચ નવા કેસ સામે આવ્યા છે. કર્ણાટક દેશનું પહેલું રાજ્ય છે જ્યાં ઓમિક્રોનનો કેસ સૌ પ્રથમ નોંધાયો હતો. કર્ણાટકમાં 2 ડિસેમ્બરે પહેલો કેસ નોંધાયો હતો. સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ ઓમિક્રોનના સૌથી વધુ 54 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ત્યારબાદ દિલ્હીમાં 24, રાજસ્થાનમાં 17, કર્ણાટકમાં 19, તેલંગણામાં 20, ગુજરાતમાં 11, કેરળમાં 11 અને આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં એક-એક કેસ નોંધાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube