નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) ના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron) વિશે સારા સમાચાર છે. ઓમિક્રોન (Omicron) થી આખી દુનિયા ચિંતિત છે, પરંતુ હવે આના સાથે સંકળાયેલા સૌથી મોટા સમાચાર દક્ષિણ આફ્રિકા (South Africa)  થી આવી રહ્યા છે. જ્યાંથી ઓમિક્રોન (Omicron)નો પ્રથમ કેસ જોવા મળ્યો હતો તે દક્ષિણ આફ્રીકામાં ઓમિક્રોનનો પીક પસાર થઇ ગયો છે. ત્યાંની સરકારે લોકોને રાહત આપવાનું શરૂ કરી દીધું છે. નાઇટ કર્ફ્યુ (Night Curfew) હટાવી દેવામાં આવ્યો છે. ઓમિક્રોનને લઇને ડરનો માહોલ સર્જાયો હતો તે ઓમિક્રોન હવે દક્ષિણ આફ્રિકામાં તેના પીકમાંથી પસાર થઇ ચૂક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓમિક્રોન પર મેડિકલ એક્સપર્ટના અભિપ્રાયો
ભારત વિશે વાત કરતા એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ ઘણી રાહતની વાત કહી છે. AIIMSના ડારેક્ટરનું કહેવું છે કે ઓમિક્રોન ખતરનાક નથી અને તેની હાજરીમાં ઓક્સિજન સપોર્ટની જરૂર નહીં પડે. જો કે, નિષ્ણાતો માને છે કે ઓમિક્રોન ફેફસાં પર નહીં પણ આપણા શ્વાસનળીને અસર કરે છે અને શ્વાસનળીમાં આપણા શરીરના એન્ટિબોડીઝ તેને નબળા પાડે છે.


દક્ષિણ આફ્રિકામાં સુધરી રહી છે સ્થિતિ
તમને જણાવી દઈએ કે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર વિશ્વમાં આ વેરિઅન્ટ વિશે ચર્ચા શરૂ થઈ. નવા વેરિઅન્ટને લઈને સમગ્ર વિશ્વમાં ભયનું વાતાવરણ હતું કારણ કે આ વેરિઅન્ટના ફેલાવાનો દર ડેલ્ટા કરતા 70 ગણો વધુ છે. પરંતુ હવે દક્ષિણ આફ્રિકામાં સ્થિતિ સુધરી રહી છે. માહિતી અનુસાર, 25 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં નવા કેસોની સંખ્યામાં લગભગ 30 ટકાનો ઘટાડો થયો છે. દક્ષિણ આફ્રિકાએ લગભગ 50 દિવસમાં ઓમિક્રોન પર કાબુ મેળવ્યો છે.

નવા વર્ષમાં ઓમિક્રોનની થશે વિદાય! મેડિકલ એક્સપર્ટે આ કારણથી વ્યક્ત કરી આશા


દક્ષિણ આફ્રિકામાં હટાવી દેવામાં આવ્યો નાઇટ કર્ફ્યુ
દક્ષિણ આફ્રિકાની સરકાર અનુસાર, દેશે ઓમિક્રોનની લહેરને પાર કરી લીધી છે. આ સમયગાળા દરમિયાન મૃત્યુઆંકમાં કોઈ મોટો ઉછાળો જોવા મળ્યો નથી. ત્યારબાદ જ, ત્યાંની સરકારે તાત્કાલિક અસરથી નાઇટ કર્ફ્યુ હટાવી લીધો છે અને અન્ય નિયંત્રણો પણ હટાવવાનું શરૂ કર્યું છે.


ઑક્સફર્ડ યુનિવર્સિટીના ડેટા અનુસાર, દક્ષિણ આફ્રિકામાં ડિસેમ્બરના મધ્ય સુધીમાં, અહીં દરરોજ સરેરાશ 23 હજારથી વધુ કેસ સંક્રમણને ટોચ પર પહોંચાડી દીધું. અહીં કોરોનાના 95 ટકા સેમ્પલમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ રહી હતી. અત્યારે એક દિવસમાં સરેરાશ 11,500 કેસ નોંધાઈ રહ્યા છે. ડેટા દર્શાવે છે કે એક કે બે પ્રાંત સિવાયના તમામ પ્રાંતોમાં સંક્રમણનો દર ઘટ્યો છે, જ્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.


દક્ષિણ આફ્રિકાએ ઓમિક્રોન પર કેવી રીતે મેળવ્યો વિજય?
જો કે દક્ષિણ આફ્રિકાએ ઓમિક્રોન પર એટલી સરળતાથી કાબૂ મેળવ્યો નથી, પરંતુ ત્યાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. સાથે જ જાહેર સભાઓને પણ પ્રતિબંધના દાયરામાં લાવવામાં આવી હતી. રાત્રે 11 વાગ્યા પછી દારૂની દુકાનો ખોલવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સાથે દક્ષિણ આફ્રિકાએ રસીકરણ પર ભાર મૂક્યો, જેથી લોકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થઈ શકે અને ચેપને રોકી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube