નવી દિલ્હી: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron Variant) વેરિયન્ટનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. જો હજુ પણ લોકોએ તેને ગંભીરતાથી નહીં લે અને માસ્ક જેવા નિયમોનું પાલન નહીં કરે તો દેશમાં સ્થિતિ ઝડપથી બગડી શકે છે. દરમિયાન, નીતિ આયોગ (NITI Aayog) ના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૉલે (Dr VK Paul) ચેતવણી આપી હતી કે જો બ્રિટનની જેમ ભારતમાં પણ ઓમિક્રોન સંક્રમણ ફેલાશે તો દરરોજ 1.4 (14 લાખ) મિલિયન કેસ નોંધાશે. તેમણે જણાવ્યું હતું કે યુરોપના દેશો ગંભીર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા છે. આ ત્યારે થઈ રહ્યું છે જ્યારે ત્યાં ઓછામાં ઓછા 80 ટકા આંશિક રસીકરણ થઈ ગયું છે.


મહામારીના નવા ચરણનો અનુભવ
ડૉ. વી.કે. પૉલે (Dr VK Paul) શુક્રવારે જણાવ્યું હતું કે, યુકેમાં ગુરુવારે લગભગ 8 હજાર કેસ નોંધાયા હતા, જો તેને વસ્તીના આધારે લેવામાં આવે તો ભારતની વસ્તી અનુસાર તે 14 લાખ કેસ હોઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે યુરોપમાં કોવિડ-19 મહામારીના એક નવા ચરણનો અનુભવ કરી રહ્યું છે, જેમાં 80 ટકા આંશિક રસીકરણ થઈ ગયા હોવા છતાં કેસોમાં મોટાપાયે વધારો થયો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube