ભારતમાં ઓમિક્રોનના કેસ 400ને પાર, ક્રિસમસ-ન્યૂ ઇયરના જશ્ન પર લાગી બ્રેક, 10 રાજ્યોમાં મોકલશે ટીમ
વિશ્વમાં કોરોના વાયરસના `ઓમિક્રોન` પ્રકારનો ખતરો સતત વધી રહ્યો છે. દરરોજ નવા કેસોની સંખ્યામાં વધારો થવાને કારણે ભારતમાં પણ સ્થિતિ સતત કથળી રહી છે. હાલમાં દેશમાં ઓમિક્રોનનો કુલ આંકડો 415 પર પહોંચી ગયો છે. કેસોની વધતી સંખ્યાએ ચિંતા વધારી છે.
નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોના વાયરસના 'ઓમિક્રોન' પ્રકારનો ખતરો સતત વધી રહ્યો છે. દરરોજ નવા કેસોની સંખ્યામાં વધારો થવાને કારણે ભારતમાં પણ સ્થિતિ સતત કથળી રહી છે. હાલમાં દેશમાં ઓમિક્રોનનો કુલ આંકડો 415 પર પહોંચી ગયો છે. કેસોની વધતી સંખ્યાએ ચિંતા વધારી છે. આ વાયરસની પહોંચ 17 રાજ્યોમાં પહોંચી ગઈ છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત આ નવા સંકટથી સૌથી વધુ જોખમમાં છે. આવી સ્થિતિમાં, આ સંક્રમણથી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર બ્રેક લાગી છે.
ઘણા રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ સહિતના ઘણા કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. વધતા ખતરાને જોતા સરકારે રસીકરણ પર ભાર મૂક્યો છે. તેથી, કેન્દ્ર સરકારે એવા 10 રાજ્યોની યાદી તૈયાર કરી છે, જ્યાં કોરોના રસીકરણની ગતિ ધીમી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હવે કેન્દ્ર દ્વારા આવા રાજ્યોમાં એક ટીમ મોકલવામાં આવશે. કારણ કે આ રાજ્યોમાં રસીકરણની ધીમી ગતિ સાથે, કોરોનાના કેસ પણ વધુ છે.
આદુ એટલી કમાલની વસ્તુ છે કે 51 વર્ષની મહિલાને પણ બનાવી દે છે હોટ, આ છે પુરાવો
કેન્દ્ર સરકાર આ રાજ્યોમાં ટીમ મોકલશે
કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પંજાબમાં ટીમો મોકલવામાં આવશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ટીમ ઉલ્લેખિત રાજ્યોમાં 3 થી 5 દિવસ માટે તૈનાત રહેશે અને રાજ્યના આરોગ્ય અધિકારીઓ સાથે મળીને કામ કરશે. આ રાજ્યોમાં સૌથી વધુ સંખ્યામાં કોરોના કેસ નોંધાયા હોવાને કારણે આ ટીમ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટીમો કોન્ટેક્ટ ટ્રેસિંગ, ઓમિક્રોન વેરિઅન્ટના પીડિતોનું મોનિટરિંગ, કન્ટેઈનમેન્ટ ઓપરેશન્સ પર નજર રાખશે. જેથી આ નવા પ્રકાર વિશે વધુને વધુ સમજીને તેની વિરૂદ્ધ મજબૂત રણનીતિ બનાવી શકાય.
Market માં આવી ગયો 'છોટૂ સિલેંડર', આ રીતે બદલીને ઘર લાવી શકો છો તમે
WHOએ પણ આપી ચેતવણી
બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો કોરોના માટે જારી કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન નહીં કરવામાં આવે તો સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે. દેશના ઘણા રાજ્યોમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથનીએ ચેતવણી આપી છે કે તમિલનાડુમાં ઓમિક્રોનના કેસ વધી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube