નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને અત્યાર સુધી બે મેડલ મળ્યા છે અને એક મેડલ પાક્કો થઈ ગયો છે. ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત 23 જુલાઈએ થઈ હતી અને હવે 8 ઓગસ્ટે તેનું સમાપન થવાનું છે. ભારતે આ વખતે પોતાનું સૌથી મોટુ દળ ઓલિમ્પિક માટે મોકલ્યું છે. ભારતના કુલ 120 એથ્લીટો ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે ટોક્યો પહોંચ્યા હતા. ટોક્યો જતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કેટલાક એથ્લીટો સાથે ચર્ચા કરી હતી. હવે પીએમ મોદીએ ટોક્યોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા ગયેલા તમામ એથ્લીટોને 15 ઓગસ્ટના દિવસે ખાસ આમંત્રણ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના ઈતિહાસમાં પ્રથમવાર આવું થશે જ્યારે ઓલિમ્પિકમાં ભાગ લેવા ગદયેલા બધી રમતોના ખેલાડીઓને સ્વતંત્રતા દિવસ સમારોહના વિશેષ અતિથિ તરીકે લાલ કિલ્લા પર બોલાવવામાં આવશે. ખેલાડીઓને આ પહેલા આવા પ્રકારનું સન્માન ક્યારેય મળ્યું નથી. 


Olympics ના ઈતિહાસનો સૌથી અનોખો કિસ્સોઃ એક ખેલાડીએ પ્રતિસ્પર્ધી માટે મળેલો ગોલ્ડ મેડલ પાછો ધર્યો!


પ્રધાનમંત્રી સતત ફોલો કરતા રહે છે ઓલિમ્પિક ઇવેન્ટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક ખેલાડીઓ સાથે સતત સંપર્કમાં છે અને ઓલિમ્પિકમાં ભારતની ઇવેન્ટ પર નજર રાખતા રહે છે. પીએમ મોદીએ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી મીરાબાઈ ચાનૂ સાથે પણ ફોન પર વાત કરી હતી. તો આજે પ્રધાનમંત્રી મોદીએ હોકીની સેમિફાઇનલ મેચ પણ જોઈ હતી. આ મેચમાં ભારતના પરાજય બાદ પીએમ મોદીએ ટ્વીટ પણ કર્યુ હતું તો મેચ બાદ ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સાથે ફોન પર વાત કરી હતી. 


પીએમ મોદી સતત ખેલાડીઓની ઇવેન્ટ પર નજર રાખે છે અને સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છાઓ આપતા રહે છે. કોઈ ખેલાડી કે ટીમ હારે તો પ્રધાનમંત્રી મોદી તેમનો જુસ્સો પણ વધારતા રહે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube