ઈદના દિવસે પણ કાશ્મીર અશાંત, `કાશ્મીર બનેગા પાકિસ્તાન` અને આતંકી મસૂદના બેનર જોવા મળ્યાં
જમ્મુ અને કાશ્મીરના ઘાટીવાળા વિસ્તારમાં આજે ઈદની નમાજ બાદ કેટલીક જગ્યાઓ પર પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે ઝડપના અહેવાલો છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના ઘાટીવાળા વિસ્તારમાં આજે ઈદની નમાજ બાદ કેટલીક જગ્યાઓ પર પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે ઝડપના અહેવાલો છે. અધિકારીઓએ જણાવ્યું કે ઝડપમાં કોઈ હતાહત થયા હોય તેવી સૂચના નથી.
રાજ્યમાં ઈદનો તહેવાર ખુબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. સવારથી જ લોકો મસ્જિદ અને દરગાહો પર જાય છે. નમાજ પઢે છે અને જકાત કરે છે. અધિકારીઓએ જણાવ્યું કે ઈદની નમાજ બાદ જૂના શહેરના કેટલાક ભાગોમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઝડપ થઈ. ઉત્તર કાશ્મીરના સોપોર અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં પણ ઝડપની સૂચના છે.
સૂચનાઓ મુજબ શહેરના નૌહટ્ટામાં નકાબપોશ પ્રદર્શનકારીઓએ જૈશ એ મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહર અને માર્યા ગયેલા આતંકી ઝાકીર મુશાના સમર્થનમાં બેનર પકડ્યા હતાં. જો કે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેઓ આ અહેવાલની ખરાઈ કરી રહ્યાં છે. પરંતુ ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ તેઓ 'કાશ્મીર બનેગા પાકિસ્તાન'ના સૂત્ર અને મસૂદના ફોટા સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. તેમણે જણાવ્યું કે સુરક્ષા દળોએ કાયદા વ્યવસ્થાની સ્થિતિને પહોંચી વળવામાં ખુબ ધૈર્ય અને નિયંત્રણ દાખવ્યું. તેમણે જણાવ્યું કે ઘાટીમાં અન્ય જગ્યાઓ પર હાલાત શાંતિપૂર્ણ રહ્યાં છે.
દેશના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...