કોલકત્તાઃ કોંગ્રેસે રાફેલ ડીલ મુદે મોદી સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. પૂર્વ નાણાપ્રધાન પી ચિંદમ્બરમે શનિવારે કહ્યું કે, આ ગંભીર મુદ્દો છે. આ જાહેર મુદ્દો છે અને તેના તમામ પાસાઓની તાપસ થવી જોઈએ. તેથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ મુદ્દાને ઉઠાવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલકત્તામાં આયોજીત પત્રકાર પરિષદમાં ચિદમ્બરે કહ્યું કે યૂપીએ સરકાર દરમિયાન રાફેલને લઈને એક સમજુતી કરવામાં આવી હતી. આ હેઠળ આ ડીલ 526 કરોડ રૂપિયામાં થઈ હતી. અમે ફ્રાન્સ સાથે 126 લડાકૂ વિમાન માટે કરાર કરી લીધા હતા. યૂપીએ સરકારના કરાર પ્રમાણે 36 વિમાનોનું બજેટ 18940 કરોડ રૂપિયામાં થાત. 


પરંતુ મોદી સરકારે રાફેલને લઈને ફ્રાન્સ સાથે જે સમજુતી કરી છે તેનો ખુલાસો કરવામાં આવતો નથી. તેને છુપાવવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ જે 36 વિમાનોને લઈને ફ્રાન્સની કંપની સાથે સમજુતી કરી છે તેની કિંમતને જાહેર કરવામાં આવતી નથી. આ વિશે દેશને જણાવવું જોઈએ. સંગોયથી આ વાત સામે આવી ગઈ છે કે રાફેલ ડીલ પર 60145 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તે અનુસાર પ્રતિ વિમાન સરકારને 1670 કરોડ રૂપિયામાં પડશે. 


મહત્વનું છે કે કોંગ્રેસે રાફેલ મામલાને ઉછાળીને મોદી સરકાર અને ભાજપને ઘેરવા માટે રણનીતિ બનાવી છે. આ મુદ્દા પર કોંગ્રેસના 50 નેતાઓ 100 શહેરોમાં મોદી સરકાર વિરુદ્ધ પત્રકાર પરિષદ કરશે. આ હેઠળ શનિવારે ચિદમ્બરમે કોલકત્તામાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. 


રાફેલ વિમાન ડીલમાં કથિત અનિયમિતતાને લઈને મોદી સરકાર વિરુદ્ધ દેશભરમાં પત્રકાર પરિષદ કરવા માટે રાહુલ ગાંધીએ છ સભ્યોની ટીમ પણ બનાવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયપાલ રેડ્ડીને આ ટીમના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. 


સૂત્રો પ્રમાણે આવનારા દિવસોમાં કોંગ્રેસના 50 નેતા દેશભરના 100 શહેરોમાં પત્રકાર પરિષદ યોજશે. કોંગ્રેસનો આરોપ છે કે રાફેલ વિમાન ડીલમાં અનિયમિતતા રાખવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ રાફેલ ડીલને લઈને મોદી સરકાર પર સતત હુમલો કરી રહી છે.