PM Modi દીવાળીની પૂર્વ સંધ્યાએ અયોધ્યાની લેશે મુલાકાત, પ્રતીકાત્મક ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક કરશે
PM Ayodhya visit: આ વર્ષે, દીપોત્સવની છઠ્ઠી આવૃત્તિ યોજાઈ રહી છે, અને તે પ્રથમ વખત છે કે પ્રધાનમંત્રી આ ઉજવણીમાં વ્યક્તિગત રીતે ભાગ લેશે. આ પ્રસંગે 15 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે.
PM Ayodhya visit: દીવાળીની પૂર્વ સંધ્યાએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરે અયોધ્યા, યુપીની મુલાકાત લેશે. સાંજે લગભગ 5 વાગ્યે, પ્રધાનમંત્રી ભગવાન શ્રી રામલલા વિરાજમાનના દર્શન અને પૂજા કરશે, ત્યારબાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સ્થળનું નિરીક્ષણ કરશે. સાંજે લગભગ 5:45 વાગ્યે, તેઓ પ્રતિકાત્મક ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક કરશે. લગભગ 6:30 પ્રધાનમંત્રી, નવા ઘાટ, સરયુ નદી ખાતે આરતીના સાક્ષી બનશે, જે પછી પ્રધાનમંત્રી દ્વારા ભવ્ય દીપોત્સવની ઉજવણીની શરૂઆત કરવામાં આવશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube