Farmers Protest: કિસાન આંદોલન પર સુપ્રીમ કોર્ટે કહ્યું- કાયમ માટે હાઈવે રોકી શકાય નહીં
Farmers Protest: સુપ્રીમ કોર્ટે આજે સરકારને કહ્યું કે, તે આંદોલનકારી નેતાઓને પક્ષ બનાવવા માટે અરજી આપે, જેથી તેના પર વિચાર કરી શકાય.
નવી દિલ્હીઃ Farmers Protest: કિસાન આંદોલનને કારણે બંધ દિલ્હીના રસ્તાઓને ખોલવામાં નિષ્ફળતા પર આજે સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યુ કે, કોઈપણ હાઈવેને આ રીતે સ્થાયી રૂપે બંધ ન કરી શકાય. આ પ્રકારના મામલામાં પહેલા જ સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો છે. સરકાર તેને લાગૂ કરી શકતી નથી. કોર્ટે આજે સરકારને કહ્યું કે, તે આંદોલનકારી નેતાઓના મામલામાં પક્ષ બનાવવા માટે અરજી આપે, જેથી આદેશ આપવા પર વિચાર કરી શકાય.
શું છે ઘટના?
નોઇડામાં રહેતી મોનિકા અગ્રવાલે આ મામલા પર માર્ચમાં અરજી દાખલ કરી હતી. તેમણે કિસાન આંદોલનને કારણે ઘણા મહિનાથી મુશ્કેલીમાં રહેતી દિલ્હી અને નોઇડા વચ્ચે અવરજવરનો મુદ્દો ઉઠાવ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટેને હરિયાણા સાથે લાગેલી દિલ્હીની અન્ય સરહદોને પણ કિસાન આંદોલનકારીઓ તરફથી રોકવાની જાણકારી મળી. તેના પર કોર્ટે હરિયાણા અને યૂપીને પણ પક્ષ બનાવી લીધો હતો. છેલ્લા છ મહિનાથી પેન્ડિંગ આ કેસમાં કેન્દ્ર, યૂપી અને હરિયાણા સરકારે હંમેશા તે જવાબ આપ્યો છે કે તે આંદોલનકારીઓને સમજાવીને રસ્તાથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ કેપ્ટને કોંગ્રેસને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, ભાજપમાં જોડાવવા પર શું કહ્યું તે જાણો
રસ્તા રોકો આંદોલન પર જૂનો ચુકાદો
પાછલા વર્ષે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કિશન કૌલની અધ્યક્ષતાવાળી બેંચે શાહીન બાગ મામલા પર ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે આંદોલનના નામ પર કોઈ રસ્તાને લાંબા સમય સુધી રોકી શકાય નહીં. ધરણા-પ્રદર્શન જેવા કાર્યક્રમ તંત્ર તરફથી નક્કી કરેલી જગ્યાઓ પર થવા જોઈએ. અરજીકર્તાના આ ચુકાદાને અરજીમાં આધાર બનાવ્યો છે. તેમણે કહ્યું કે, કોર્ટ રાજ્ય સરકારોને તેને લાગૂ કરવાનો આદેશ આપે.
આજે શું થયું?
કોર્ટમાં હરિયાણા અને કેન્દ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે, રસ્તાથી હટાવવાની આંદોલનકારીઓને મનાવવાનો પ્રયાસ સફળ થઈ રહ્યો નથી. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ વિનંતી કરી કે કોર્ટ આંદોલનકારી નેતાઓને પક્ષ તરીકે આ મામલામાં સામેલ કરે. તેના પર જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમ એમ સુંદરેશની બેંચે કહ્યુ- આવા મામલા પર આદેશ આપવામાં આવી ચુક્યો છે. સરકારનું કામ છે તેને લાગૂ કરવો. તમે ઈચ્છો છો કે અમે વારંવાર એક પ્રકારની વાતનું પુનરાવર્તન કરીએ. આ ટિપ્પણી બાદ કોર્ટે સરકારને તે વાતની મંજૂરી આપી કે તે આંદોલન સાથે જોડાયેલા નેતાઓને પાર્ટી બનાવવા માટે અરજી આપે. આ મુદ્દે આગામી સુનાવણી 4 ઓક્ટોબરે હાથ ધરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube