નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) શુક્રવારના ડિઝિટલ માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર (United Nation) આર્થિક તેમજ સામાજિક પરિષદના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કરશે. વિદેશ મંત્રાલયે ગુરૂવારના આ જાણકારી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલય (MEA)ના નિવેદન અનુસાર પ્રધાનમંત્રી શુક્રવારના સંયુક્ત રાષ્ટ્ર આર્થિક તેમજ સામાજિક પરિષદના સમાપન સત્રને સંબોધિત કરશે. જેમાં તેમની સાથે નાર્વેના પ્રધાનમંત્રી (Prime Minister) તથા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેસ પણ સામેલ થશે.


આ પણ વાંચો:- 'કોરોનાથી ફક્ત ભગવાન જ આપણને બચાવી શકે છે: મંત્રીના નિવેદન પર બબાલ


તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્યની ચૂંટણીમાં જીત્યા બાદ પ્રથમ વખત હશે જ્યારે પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્રનું સંબોધન કરશે. ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે 2021-22 સત્ર માટે ચૂંટાયા છે


મંત્રાલયે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની 75માં સ્થાપના દિવસે આર્થિક તેમજ સામાજિક પરિષદના ઉચ્ચ સ્ચરીય સત્રના વિષય કોવિડ-19 બાદ બહુપક્ષીયતા છે જે સુરક્ષા પરિષદને લઇને ભારતની પ્રાથમિકતાને દર્શાવે છે. જ્યાં તેમણે કોવિડ-19 બાદ વિશ્વમાં બહુપક્ષીય સુધારાની વાત કરી છે.


આ પણ વાંચો:- માસૂમ બાળકો માટે દરરોજ લેહથી આવે છે માતાનું દૂધ, આ રીતે કપાઇ છે 1000 કિમીનું અંતર


આ વર્ષિક ઉચ્ચ સ્તરીય સત્રમાં સરકાર, ખાનગી ક્ષેત્ર, નાગરિક સંસ્થાઓ અને શૈક્ષણિક સહિત વિવિધ ગ્રુપના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ સામેલ થશે. જેમાં આ વાત પર ચર્ચા કરવામાં આવી શકે છે કે, 75મી વર્ષગાંઠ પર આપણે કેવું સંયુક્ત રાષ્ટ્ર ઇચ્છીએ છીએ.


નિવદેન અનુસાર, આંતરરાષ્ટ્રીય માહોલમાં ફેરફાર અને કોવિડ-19 મહામારી વચ્ચે આ સત્રમાં બહુપક્ષીય વ્યવસ્થાને આકાર આપવા સાથે જોડાયેલી જટિલ પરિબળો તથા મજબૂત નેતૃત્વ, પ્રભાવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વ્યાપક સહભાગિતાના દ્વારા વૈશ્વિક એજન્ડાને મજબૂત કરવાના માર્ગ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube