નવી દિલ્હી: કોંગ્રેસ વર્કિંગ કમિટીની મંગળવારે થયેલી બેઠકમાં ચીન સાથે વિવાદને લઇને રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદી પર હુમલો કર્યો હતો. તેમણે બેઠકમાં સ્પષ્ટ કહ્યું હતું કે તે પીએમ મોદીથી ડરતા નથી અને તેમના પર સતત નિશાન સાધતો રહીશ. રાહુલ ગાંધીએ સાથે જ પાર્ટીના મોટા નેતાઓ પર પીએમ પર સીધા હુમલા કરવાથી બચવાનો આરોપ પણ લગાવ્યો હતો. ઇમરજન્સીના 45 વર્ષ પર આ સમાચારને લઇને ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah on Emergency) એ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ટોણો માર્યો છે. 


ઇમરજન્સીની વરસી પર ભાજપે કોંગ્રેસને ચોતરફ હુમલો કર્યો હતો. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાથી માંડીને ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસને ઘેરી છે. અમિત શાહે આરોપ લગાવ્યો છે કે દેશમાં લોકતંત્ર છે કોંગ્રેસમાં નથી. સત્તાની લાલચમાં એક પરિવારે દેશમાં 45 વર્ષ પહેલાં એક પરિવારે ઇમરજન્સી લગાવી દીધી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં બધાનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે. નડ્ડાએ પણ ટ્વિટ કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube