નવી દિલ્હીઃ તે સમજવુ જરૂરી છે કે કોણ ફેક્ટ ચેકર અને કોણ બીજા પ્રકારના અપરાધ.. ફેક્ટ ચેકની પાછળ રહીને સમાજમાં કોઈ તણાવ ઉભો કરવાનો પ્રયાસ કરે નહીં. જો કોઈ ફરિયાદ કરે છે તો કાયદો પોતાનું કામ કરશે. ગુરૂવારે કેન્દ્રીય સૂચના તથા પ્રચારણ મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં આ વાત કહી. પત્રકાર મોહમ્મદ ઝુબૈરના વિવાદ પર એક ટિપ્પણીના રૂપમાં આ નિવેદનને જોવામાં આવી રહ્યું છે. અનુરાગ ઠાકુરે ગુરૂવારે સંસદને જણાવ્યું કે જો કોઈ તથ્યોની તપાસની આડમાં સમાજમાં તણાવ ઉભો કરવાનો પ્રયાસ કરે છે તો કાર્યવાહી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રીય જનતા દળના મનોજ ઝાએ અનુરાગ ઠાકુરને તે સવાલ પૂછ્યો કે નફરત અને ધૃણાના નિવેદન આપનાર વિરુદ્ધ ન તો કોઈ કાર્યવાહી થાય છે પરંતુ ફેક્ટ ચેકર વિરુદ્ધ કાર્યવાહી થાય છે. તેના જવાબમાં અનુરાગ ઠાકુરે કહ્યુ- તે સમજવુ જરૂરી છે કે કોણ ફેક્ટ ચેકર છે અને ક્યા બીજા પ્રકારના અપરાધ. ફેક્ટ ચેકની પાછળ રહીને કોઈ સમાજમાં તણાવ ઉભો કરવાનું કામ ન કરે. આ ખુબ જરૂરી છે. કોઈ ફરિયાદ કરે છે તો કાયદો પોતાનું કામ કરે છે. તેના પર અમારૂ મંત્રાલય કોઈ સીધી કાર્યવાહી કરતું નથી. 


કેજરીવાલ સિંગાપુર જઈ શકશે નહીં, એલજીએ મંજૂરી આપવાનો ઈનકાર કર્યો; આપ્યું કારણ


તેમણે કહ્યું કે જે દેશની વિરુદ્ધ કામ કરતા હતા, તેના વિરુદ્ધ સરકારે કામ કર્યું છે. અમે કોઈ સંકોચ કર્યો નથી. જે મિત્ર દેશ પણ ભારતની વિરુદ્ધ દુષ્પ્રચાર કરતા હતા, તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરી છે તો મોદી સરકારે કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube