નવી દિલ્હીઃ શહેરી નકસલવાદ અંગે દરરોજ એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે ઝી મીડિયાને આ બાબતે વધુ એક ચોંકાવનારી માહિતી મળી છે, જેમાં સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રતિબંધિત સંગઠન સીપીઆઈ(એમ)માં અર્બન લીડરશિપના સીનિયર કોમરેડ્સ નવેમ્બર,2017થી મે 2018 સુધી કોંગ્રેસ પક્ષના કેટલાક નેતાઓ સાથે સતત સંપર્કમાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે પોતાના પ્રોપાગંડામાં કાયદાકીય અને આર્થિક મદદ મેળવવા માટે કોંગ્રેસના 2 નેતાઓ સાથે ડિસેમ્બર, 2017 અને જાન્યુઆરી 2018માં નવી મીટિંગ પણ કરી હતી. આ મીટિંગ મુંબઈ અને દિલ્હીમાં થઈ હતી. જોકે, તપાસ અધિકારીઓએ એ બાબત સ્પષ્ટ કરી છે કે આ મીટિંગ હથિયારોનાં ખરીદ-વેચાણ માટે થઈ ન હતી. 


કોંગ્રેસના નેતાઓ સાથે થઈ અનેક વખત વાત 
સૂત્રોનો દાવો છે કે આ બાબતે પુણે પોલિસ દ્વારા જૂન 2018માં ધરપકડ કરાયેલા આરોપીઓના ફોન કોલ ડિટેલના રિપોર્ટનો ખુલાસો કર્યો છે, કે સીનિયર કોમરેડ્સ અને આ બે કોંગ્રેસી નેતાઓ વચ્ચે ડઝનથી વધુ વખત ફોન પર વાતચીત થઈ છે. તેમાંથી કેટલાક ફોન કોલની વાતચીત થોડી સાંબી પણ થઈ હતી. 



કોંગ્રેસી નેતાઓની પણ થઈ શકે છે પુછપરછ
પોલીસને શંકા છે કે, અનેક વખત આ નેતાઓએ કોન્ફિડેન્શિયલ વાતચીત માટે પોતાના મોબાઈલ ફોનને બદલે બીજા મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો હોઈ શકે છે. જોકે, પોલિસ આ બાબતે આ બે કોંગ્રેસી નેતાઓના નામનો ખુલાસો હાલ કરતી નથી અને આ બાબતે તેણે મૌન સાધેલું છે. પોલિસે જણાવ્યું કે, ઘરમાં કેદ કરાયેલા પાંચેય આરોપીઓની પોલિસ કસ્ટડી મળ્યા બાદ જરૂર પડતાં તપાસ માટે આ કોંગ્રેસી નેતાઓને પુછપરછ માટે સમન પાઠવવામાં આવી શકે છે. 


રાજકીય મદદ એકઠી કરી રહ્યા હતા 
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અમે આપને જણાવ્યું હતું કે, કેવી રીતે ધરપકડ કરાયેલા શંકાસ્પદ માઓવાદીઓ પાસેથી મળેલા એક પત્રએ ખુલાસો કર્યો હતો કે તેઓ કેવી રીતે પોતાના ઈરાદા પાર પાડવા માટે રાજકીય મદદ મેળવી રહ્યા હતા. 


દલિત આંદોલનને ઉગ્ર કરાવા માગતી હતી કોંગ્રેસ 
પત્રમાં એ બાબતનો પણ ઉલ્લેખ કરાયો છે કે, 'પ્રતિબંધિત સંગઠન સીપીઆઈ(એમ)'માં શહેરી લીડરશિપના સીનિયર કોમરેડે કોંગ્રેસ પક્ષમાં પોતાનાં મિત્રો સાથે દલિત આંદોલનને ઉગ્ર કરવા માટે આર્થિક અને કાયદાકીય મદદ માટે વાતચીત કરી છે અને કોંગ્રેસ પક્ષમાં તેના આ મિત્રો તેમને મદદ ઉપલબ્ધ કરાવા માટે પણ તૈયાર છે. 


કોંગ્રેસી નેતાઓની મુશ્કેલી વધી શકે છે 
આગામી સમયમાં કોંગ્રેસના આ બે નેતાઓની સમસ્યાઓ વધી શકે છે. કોંગ્રેસ પક્ષને પણ આ બાબતે પોતાનો પક્ષ સ્પષ્ટ કરવો પડી શકે છે.