One nation one election breaking news: 'વન નેશન વન ઇલેક્શન' ની દિશામાં ઝડપથી આગળ વધીને કેન્દ્ર સરકારે એક સમિતિની રચના કરી છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ સમિતિના અધ્યક્ષ રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સમિતિના સભ્યોને લઈને આજે જ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. મતલબ કે આ સમિતિના અન્ય સભ્યોના નામની માહિતી ટૂંક સમયમાં શેર કરી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી કર્મચારીઓ માટે નવા નિયમ લાગૂ, Income Tax ના ફેરફારથી વધી ટેકહોમ સેલરી
બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં છે આ બે શેલ કંપનીઓ, જેનું અદાણી ગ્રુપ સાથે છે કનેક્શન


એવામાં કેન્દ્રના આ નિર્ણયે ફરી એકવાર એવી અટકળોને વેગ આપ્યો છે કે આ વખતે લોકસભાની ચૂંટણી સમય પહેલા યોજાઈ શકે છે. હકીકતમાં, કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બરથી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે, જેમાં ઘણા મહત્વપૂર્ણ બિલો રજૂ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર વન નેશન વન ઈલેક્શન, યુનિફોર્મ સિવિલ કોડ અને મહિલા આરક્ષણ માટે બિલ લાવી શકે છે.


Mera Bill Mera Adhikaar: કેન્દ્ર સરકારની ઓફર, 200 રૂ.ની ખરીદી પર જીતો 1 કરોડનું ઇનામ
1st September: આજથી દેશભરમાં બદલાઇ જશે આ 5 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર


કોંગ્રેસે કર્યો કમિટિ બનાવવાનો વિરોધ
સરકારના નિર્ણયની જાણ થતાં જ કોંગ્રેસે વિરોધ કર્યો અને કહ્યું કે, આખા દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની ઉતાવળ શું છે? દેશમાં મોંઘવારી સહિતના ઘણા મુદ્દા છે જેના પર સરકારે પહેલા પગલાં લેવા જોઈએ. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે આ મુદ્દે કેન્દ્રનો ઈરાદો સ્પષ્ટ નથી. તો બીજી તરફ AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ ટ્વીટ કરીને સરકારના આ પગલા પર નારાજગી વ્યક્ત કરી છે.


Bank Holidays: September માં 16 દિવસ બંધ રહેશે બેંકો, પતાવી દેજો જરૂર કામ
Maa Laxmi ke Upay: ધરને ધન-સંપત્તિથી ભરે દે છે શુક્રવારના આ 5 અચૂક ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી મળે છે ખ્યાતિ


સરકારની દલીલ
આ નિર્ણયની જાણ થતા જ ભાજપના ઘણા નેતાઓએ તેને દેશના સારા ભવિષ્ય માટે લેવામાં આવેલો યોગ્ય નિર્ણય ગણાવ્યો છે. બીજી તરફ, આ દિશામાં આગળ વધવા માટે કેન્દ્રની દલીલ એ છે કે કાયદા પંચે રિપોર્ટમાં કહ્યું છે કે દેશમાં વારંવાર ચૂંટણી થવાને કારણે તિજોરીના નાણાં અને સંસાધનોનો વધુ પડતો બગાડ થઈ રહ્યો છે. બંધારણના હાલના માળખામાં એક સાથે ચૂંટણી યોજવી શક્ય નથી, તેથી અમે કેટલાક જરૂરી બંધારણીય સુધારા સૂચવ્યા છે. તો બીજી તરફ કમિશને ખાતરી આપી છે કે બંધારણમાં આમૂલ સુધારાની જરૂર છે, જેના પર ચર્ચા થવી જોઈએ. 


Aloo Bhujia: શું તમે પણ તબિયતથી ઝાપટો છો 'આલૂ ભુજિયા', જાણી લો ફાયદા અને નુકસાન
શું ઓશિકું ઉંચુ લગાવીને ઉંઘો છો, તો આજે જ છોડી આ આદત...નહીંતર પસ્તાશો


દેશમાં પહેલાં પણ એક સાથે થઇ ચૂકી છે ચૂંટણી
ઉલ્લેખનીય છે કે સંસદના મોનસૂન સત્ર દરમિયાન કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ માટે એક કાર્યકારી રોડમેપ અને માળખું તૈયાર કરવા માટે આ મામલાને આગળની તપાસ માટે વિધિ આયોગ પાસે મોકલવામાં આવ્યો છે. 


તો બીજી તરફ બંધારણીય નિષ્ણાતોના અનુસાર જો એક દેશ-એક કાનૂન બિલને લાગૂ કરવામાં આવે છે તો તેના માટે સંવિધાનમાં ઓછામાં ઓછા 5 ફેરફાર કરવા પડે. 


ઉપવાસ રાખો તે દિવસે શરીરમાં શું-શું થાય છે ફેરફાર? વાંચી લો, ફાયદામાં રહેશો
મોંઘા ફોન્સની વાટ લગાવવા આવી રહ્યો છે Motorola આ ફોન, OMG આટલો સસ્તો


તમને જણાવી દઇએ કે આ પહેલાં દેશમાં 1951-1952, 1957, 1962 અને 1967 લોકસભા અને તમામ વિધાનસભાઓમાં એકસાથે ચૂંટણી કરાવવામાં આવી હતી. 


રક્ષાબંધન બાદ રાખડીનું શું કરવું જોઇએ? ઉતારી ક્યાં રાખવી, જોજો...ભૂલ તમે ન કરતા!
Vastu: યમની હોય છે આ દિશા, ભૂલથી પણ મહિલાઓ સૂતી વખતે ન રાખે પગ, છૂટાછેડાની આવશે નોબત

શું છે એલ્કલાઇન વોટર, આ તમને કઇ બિમારીઓથી બચાવવામાં કરે છે મદદ, જાણો...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube