નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપ કેસ અને હત્યા મામલે એક દોષિત વિનય શર્માએ તિહાડ જેલમાં પોતાને ઈજા પહોંચાડી. વિનયે જેલની દીવાલ સાથે પોતાનું માથું અફળાવ્યું અને ઘાયલ થયો. જેલ અધિકારીઓના જણાવ્યાં મુજબ વિનયે 16 ફેબ્રુઆરીના રોજ પોતાનું માથું દીવાલ સાથે અથડાવ્યું હતું. તેને મામૂલી ઈજા થઈ છે. અત્રે જણાવવાનું કે નવા ડેથ વોરન્ટ મુજબ હવે આ ચારેય દોષિતોને 3 માર્ચના રોજ ફાંસી આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા જ મોટી સંરક્ષણ ડીલને મંજૂરી, જાણો 'રોમિયો' કેમ જરૂરી છે ભારતીય નેવી માટે


નોંધનીય છે કે નિર્ભયાના દોષિતો વિરુદ્ધ નવું ડેથ વોરન્ટ જાહેર કરવાની અરજી પર પટિયાલા હાઉસ કોર્ટે સોમવારે 17 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો. નિર્ભયાના માતા આશાદેવીએ ફાંસીની સજાની નવી તારીખ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે મને આશા છે કે 3 માર્ચના રોજ આ દોષિતોને ફાંસી થઈ જશે. 


અત્રે જણાવવાનું કે રાજધાનીના વસંત વિહાર વિસ્તારમાં 16 ડિસેમ્બર 2012ના રોજ રાતના 23 વર્ષની પેરામેડિકલ વિદ્યાર્થી નિર્ભયા સાથે ચાલુ બસમાં બર્બરતાપૂર્વક સામૂહિક દુષ્કર્મ થયું હતું. આ જઘન્ય ઘટના બાદ પીડિતાને સારવાર માટે સરકારે સિંગાપુર મોકલી હતી પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેણીનું મોત થયું. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...