J&K પોલીસના જવાનો પર આતંકવાદી હૂમલો, એક જવાન શહીદ
જમ્મુ કાશ્મીરનાંપુલવામાં ખાતે સોમવારે બપોરે આતંકવાદીઓએ બે પોલી કર્મચારીઓ પર હૂમલો કર્યો હતો. આ આતંકવાદી હૂમલામાં જમ્મુ કાશ્મીર પોલીસનો એક જવાન શહિદ થઇ ગયો છે જ્યારે બીજા જવાનને ગંભીર રીતે ઘાયલ પરિસ્થિતીમાં હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સ્થિતી સ્થિર છે. આતંકવાદીઓ બંન્ને પોલીસ કર્મચારીઓનાં હથિયાર લુંટીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા છે. બીજી તરફ આ આતંકવાદી ઘટનાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરીને આતંકવાદીઓની શોધખોળ ચાલુ કરી દીધી છે.
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરનાંપુલવામાં ખાતે સોમવારે બપોરે આતંકવાદીઓએ બે પોલી કર્મચારીઓ પર હૂમલો કર્યો હતો. આ આતંકવાદી હૂમલામાં જમ્મુ કાશ્મીર પોલીસનો એક જવાન શહિદ થઇ ગયો છે જ્યારે બીજા જવાનને ગંભીર રીતે ઘાયલ પરિસ્થિતીમાં હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સ્થિતી સ્થિર છે. આતંકવાદીઓ બંન્ને પોલીસ કર્મચારીઓનાં હથિયાર લુંટીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા છે. બીજી તરફ આ આતંકવાદી ઘટનાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરીને આતંકવાદીઓની શોધખોળ ચાલુ કરી દીધી છે.
પુર્વ ધારાસભ્યની સુરક્ષામાં ફરજંદ હતા બંન્ને જવાન
સુત્રો અનુસાર આતંકવાદી ઘટનાનો શિકાર થયેલા બંન્ને જવાન રાજપોરાનાં પુર્વ ધારાસભ્ય ગુલામ મોહિનુદ્દીનની સુરક્ષામાં ફરજંદ હતા. સોમવારે બપોરે ઘાત લગાવીને બેઠેલે આતંકવાદીઓએ બંન્ને પોલીસ કર્મચારીઓ પર તાબડતોબ ફાયરિંગ ચાલુ કરી દીધું હતું. અચાનક થયેલા હૂમલામાં જવાન જ્યારે પોતાની પોઝીશન લેતા, તેની પહેલા જ તે આતંકવાદીઓએ છોડેલી ગોળીઓ તેમને વાગી હતી. બંન્ને જવાનોનાં હથિયાર લઇને આતંકવાદીઓ ફરાર થઇ ગયા હતા.
સુત્રો અનુસાર આતંકવાદી હૂમલોના શિકાર થયેલા બંન્ને પોલીસ કર્મચારીઓની ઓળખ કોન્સ્ટેબલ મુદાસિર અને નાસિર તરીકે થઇ છે. બંન્ને પોલીસ કર્મચારી પુર્વ ધારાસભ્ય ગુલામ મોહિઉદ્દીનની સુરક્ષામાં પીએસઓ તરીકે ફરજંદ હતા. પુર્વ ધારાસભ્ય આ વિસ્તારમાં આવતા મુરાન ગામમાં જનસંપર્ક માટે નિકળેલા હતા. આ દરમિયાન આતંકવાદીએ બંન્ને પોલીસ કર્મચારીને નિશાન બનાવ્યા હતા. આ હૂમલામાં પુર્વ ધારાસભ્ય સંપુર્ણ સુરક્ષીત છે.