નવી દિલ્હી : વસ્તુ અને સેવા કર (GST)ને દેશમાં લાગુ થયે એક વર્ષ થઇ ચુક્યું છે. જીએસટીને સ્વતંત્ર ભારતનો સૌથી મોટો સુધાર કાર્યક્રમ પણ ગણાવાઇ રહ્યો છે કે તેનાં કારણે દેશનાં જટિલ પ્રત્યક્ષ કર પ્રણાલીને સરળ બનાવતા સમાન કર વ્યવસ્થા કાયમ કરવામાં આવી છે. જીએસટીને 30 જુને એક વર્ષ પુર્ણ થશે. મળતી માહિતી અનુસાર ભારતમાં જટિલ કર પ્રણાલી સમાપ્ત થઇ ચુકી છે અને ડઝન કરતા વધારે અલગ અલગ પ્રકારનાં કરો અને અન્ય કેટલાક પેટા કરને એક કરીને એક પ્રણાલી બનાવવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી જીએસટી આદર્શ કર વ્યવસ્થા બની શકી નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું GST લાગુ કરવાથી સરકારનો ખજાનો ભરાયો?
જીએસટી લાગુ થયાનાં એક વર્ષ બાદ સૌથી મોટો સવાલ એવો પણ છે કે શું તેનાં કારણે સરકારનો ખજાનો ભરાયો ?  આંકડાઓ જણાવે છે કે GSTથી સરકારને ઘણા પૈસા મળ્યા. નાણાકીય વર્ષ 2016-17માં કુલ ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શન 8.63 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા. બીજી તરફ જીએસટી લાગુ થયાનાં 11 મહિના એટલે કે જુલાઇ, 2017થી મે 2018 વચ્ચે કુલ ટેક્સ કલેક્શન 10.06 લાખ કરોડ રૂપિયા થયા જ્યારે જુન 2018ના આંકડા આવવાનાં બાકી છે. આ આંકડા એટલા માટે પણ સરકારને ખુશ કરવાના છે કારણ કે પેટ્રોલિયમ ઉત્પાદનો, શરાબ, તંબાકુ અને મનોરંજન જીએસટીની બહાર છે. 

GSTમાં આખા વર્ષ દરમિયાન ગોટાળાઓ સામે આવતા રહ્યા
જીએસટીની એક વર્ષની યાત્રા પણ સુગમ નહોતી રહી અને પહેલા જ દિવસે તેમાં મોટા ગોટાળાઓ તથા સમસ્યાઓ થઇ હતી. જો કે સરકારની સક્રિયતાના કારણે કોઇ પણ ખામીનો તુરંત જ ઉકેલ આવી જતો હતો.તેમ છતા પણ રિટર્ન દાખલ કરવામાં સરળીકરણ અને કરને તર્ક સંગત બનાવવા જેવી કેટલીક સમસ્યાઓનું ઉકેલ હજી સુધી મળી શક્યો નથી. 

નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારનાં અનુસાર જીએસટીએ અર્થવ્યવસ્થામાં અલગ પ્રતિમાન સ્થાપિત કરી છે, કારણ કે  લોકો પર જીએસટી હેઠળ નોંધણી કરાવવા અને તેની આર્થિક ગતિવિધિઓને ઔપચારિક ક્ષેત્રમાં લાવવા માટે વધારે દબાણ થશે. જીએસટીની એક વર્ષની યાત્રાનું વિશ્લેષણ કરવાનાં બદલે ભવિષ્યની યોજના ને સમજવી વધારે મહત્વપુર્ણ ગણાશે. 

જીએસટીમાં 4 પ્રકારનાં કર રાખવામાં આવ્યા છે.
ઘણા અર્થશાસ્ત્રીઓનો તર્ક કે આદર્શ જીએસટી વ્યવસ્થામાં સાર્વભૌમિક કવરેજ અને એકલ કર પ્રણાલી હોવી જોઇએ. જ્યારે મોટા ભાગનાં લોકો તે વાત સાથે પણ સંમત થશે કે ભારત જેવી મોટીઆર્થિક અસમાનતાવાળા દેશ માટે તે વ્યાવહારીક નથી. સરકાર પણ ઘણીવાર કહેતા રહ્યા છે કે બીએમડબલ્યું કાર અને હવાઇ ચપ્પલ પર એક સમાન કરનાં દર ન હોવા જોઇએ.

જીએસટીમાં કરનાં છ દર ક્રમશ 5,12,18 અને 28 ટકા રાખવામાં આવી છે. તે ઉપરાંત કેટલાક મદો પર કરનું દર શૂન્ય છે તો સોના પર ત્રણ ટકાનો કર લગાવવામાં આવ્યો છે. આ પ્રકારે ભારતની કર પ્રણાલી વિશ્વમાં સૌથી જટીલ છે. આ વાત વર્લ્ડ બેંકના અુસાર ભારત પોતાનાં છમાસીક રિપોર્ટ ઇન્ડિયા ડેવલપમેન્ટ અપડેટમાં સ્વીકાર કર્યો છે. રિપોર્ટ અનુસાર બદ્દતર સ્થિતી એવી છે કે, પેટ્રોલિયમ ઉત્પાદન, વિજળી અને રિયલ સ્ટેટને જીએસટીનાં વર્તુળમાં અલગ મુકાયા છે.