પાકની હરકત- કરતારપુર કોરિડોર માટે દરેક યાત્રી પાસેથી 1400 રૂપિયા વસૂલવાનું કહ્યું, શરૂ ન થયું રજીસ્ટ્રેશન
ભારતે પાકિસ્તાનને પ્રતિ યાત્રી 20 ડોલરની ફી વસૂલવાને લઈને એકવાર ફરી વિચાર કરવાનું કહ્યું છે. આ સિવાય દરરોજ 10 હજાર યાત્રિકોને દર્શનની મંજૂરી આપવાની માગ છે. એટલું જ નહીં ભારતે દરરોજ ભારતીય પ્રોટોકોલ ઓફિસરના પ્રવાસની પણ મંજૂરી માગી છે.
નવી દિલ્હીઃ કરતારપુર સાહિબ ગુરૂદ્વારા માટે ભલે પાકિસ્તાને 9 નવેમ્બરથી કોરિડોર ખોલવાની વાત કરી રહ્યું હોય, પરંતુ આ પહેલા હવે તેણે રજીસ્ટ્રેશન ફીની બબાલ શરૂ કરી છે. ગુરુદ્વારા દરબાર સાહિબ કરતારપુર માટે રવિવારે ઓનલાઇન રજીસ્ટ્રેશનની શરૂઆત થવાની હતી. પરંતુ પાકિસ્તાન હજુ પણ 20 ડોલર ફી વસુલવા પર અટકેલું છે. તેના પર ભારતે વિરોધ વ્યક્ત કર્યો છે. અધિકારીઓનું કહેવું છે કે પાકિસ્તાન દરેક એક તીર્થયાત્રી પાસેથી 20 ડોલર એટલે કે આશરે 1400 રૂપિયાની ફી વસૂલવા ઈચ્છે છે.
આશા કરવામાં આવી રહી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોરને લઈને તમામ મુદ્દા પર શનિવારે સહમતી બનાવી લેવામાં આવશે, પરંતુ તેમ થઈ શક્યું નથી. મામલાની જાણકારી રાખનારા એક અધિકારીએ જણાવ્યું, 'હજુ કોઈપણ મુદ્દા પર સહમતિ બની શકી નથી, તેથી રવિવારથી ઓનલાઇન રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ શકી નથી.'
પાકિસ્તાનની સાથે જે મુદ્દા પર અત્યાર સુધી સહમતિ બની શકી નથી, તેમાં કરતારપુર સાહિબના દર્શનના સમય અને ફી સામેલ છે. ભારતે પાકિસ્તાનને પ્રતિ યાત્રી 20 ડોલરની ફી વસૂલવાને લઈને એકવાર ફરી વિચાર કરવાનું કહ્યું છે. આ સિવાય દરરોજ 10 હજાર યાત્રિકોને દર્શનની મંજૂરી આપવાની માગ છે. એટલું જ નહીં ભારતે દરરોજ ભારતીય પ્રોટોકોલ ઓફિસરના પ્રવાસની પણ મંજૂરી માગી છે.
5 સૈનિકોના મોતથી ગભરાયું પાકિસ્તાન, ભારતીય ડેપ્યુટી હાઇ કમિશનરને પાઠવ્યું સમન્સ
ઇમરાને કર્યું 9 નવેમ્બરથી કોરિડોર ખુલવાનું એલાન
આ વચ્ચે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને 9 નવેમ્બરથી કરતારપુર કોરિડોરને ખોલવાની જાહેરાત કરી છે. આ કોરિડોર કરતારપુરના દરબાર સાહિબને પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નામક ધર્મસ્થળ સાથે જોડશે જેનાથી ભારતીય શ્રદ્ધાળુ વીઝા મુક્ત આવન-જાવન કરી શકશે. શ્રદ્ધાળુઓએ કરતારપુર સાહિબ જવા માટે માત્ર એક પરમિટ લેવી પડશે.
ગુરૂ નાનક દેવે કરી હતી ગુરૂદ્વારાની સ્થાપના
પ્રથમ શીખ ગુરૂ નાનક દેવજીએ 1522મા કરતારપુર સાહિબની સ્થાપના કરી હતી. પાકિસ્તાન ભારતીય સરહદથી કરતારપુરના ગુરૂદ્વારા દરબાર સાહિબ સુધી કોરિડોરનું નિર્માણ કરી રહ્યું છે, જ્યારે પંજાબના ડેરા બાબા નાનકથી સરહદ સુધીના કોરિડોરના બીજા ભાગને ભારતે તૈયાર કર્યો છે.