નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં આવેલી મોદી સુનામીએ દેશના મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસને વેરવિખેર કરી નાખ્યો. રાજકારણનો સૌથી મોટો ગઢ ગણાતા ઉત્તર પ્રદેશમાં દેશની સૌથી જૂની પાર્ટીની હાલત સૌથી ખરાબ રહી. અહીં કોંગ્રેસને ફક્ત એક બેઠક મળી. યુપીમાં કોંગ્રેસના ફક્ત 4 ઉમેદવારો જ પોતાની ડિપોઝીટ બચાવી શક્યા બાકીના ઉમેદવારોની તો ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ચૂંટણીમાં ઉતરેલી કોંગ્રેસ રાહુલ ગાંધીની સાથે સાથે પ્રિયંકા ઉપર પણ પરિણામને લઈને ખુબ આશાવાદી હતી. પરંતુ સ્થિતિ તો એવી ખરાબ ઊભી થ ઈ કે દિગ્ગજ નેતાઓ હાર્યા. રાહુલ ગાંધી પોતાની પરંપરાગત બેઠક અમેઠી પણ ગુમાવી બેઠા. સોનિયા ગાંધીએ રાયબરેલીની બેઠક જીતીને નાક બચાવ્યું. કોંગ્રેસની આટલી ખરાબ હાલત ઈમરજન્સી સમયે થઈ હતી. તે વખતે 1977માં પાર્ટીને યુપીમાં એક પણ બેઠક મળી નહતી. 


યુપીમાં ફક્ત ચાર ઉમેદવારોની ડિપોઝીટ બચી
આખા પ્રદેશમાં કોંગ્રેસના ફક્ત 4 ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવી શક્યાં. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ઈમરાન મસૂદ અને શ્રીપ્રકાશ જયસ્વાલ સામેલ છે. રાયબરેલીમાં સોનિયાને 5,34,918 મત મળ્યાં જે કુલ મતોના 55.8 ટકા હતાં. અમેઠીમાં રાહુલ ગાંધીને 4,13,394 મત (43.86%), કાનપુરથી શ્રીપ્રકાશ જયસ્વાલને 3,13,003 મત (37.13%), સહારનપુરથી ઈમરાન મસૂદને 2,07,068 મત (16.81%) મળ્યાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...