Open letter to PM Narendra Modi: દેશમાં નફરતના રાજકારણ પર પૂર્વ અમલદારોના એક ગ્રુપ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો હતો. જેના થોડા દિવસ પછી પૂર્વ ન્યાયાધીશો અને અમલદારોના અન્ય એક ગ્રુપે પલટવાર કરતા તે પત્રની ટીકા કરી છે. 150 થી વધારે પૂર્વ અમલદારો અને રિટાર્યડ અધિકારીઓએ તેમના પત્રમાં આરોપ લગાવ્યો હતો કે અગાઉનો પત્ર રાજકીય પ્રેરિત અને મોદી સરકાર વિરૂદ્ધ હતો, જે શાસક સરકારની વિરૂદ્ધ સમય-સમય પર ચલાવવામાં આવતા અભિયાનનો ભાગ છે, જેથી સરકાર વિરૂદ્ધ જનમત ઉભો કરી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાને 'કન્સર્ન સિટિઝન્સ' કહેતા આ ગ્રુપે કહ્યું કે તેઓ સંમત નથી કે કન્સ્ટીટ્યૂશનલ કંડક્ટ ગ્રુપ તરફથી પીએમ મોદીને મોકલવામાં આવેલો ખુલ્લો પત્ર ઇમાનદારીથી પ્રેરિત હતો. સીસીજી પૂર્વ અમલદારોના તે ગ્રુપનું નામ છે, જેમણે અગાઉ ખુલ્લો પત્ર લખ્યો હતો. તેમણે ભાજપની વર્તમાન ચૂંટણી જીતનો અહેવાલ આપતા કહ્યું હતું કે, સીસીજીનો આ પત્ર જનતાને તે અભિપ્રાય વિરૂદ્ધ પોતાની હતાશાને દૂર કરવાની ગ્રુપની રીત હતી, જે પીએમ મોદીની પાછળ મક્કમતાથી રહે છે.


પતિએ સંબંધીઓ સાથે મળી પત્ની પર ગુજાર્યો સામૂહિક બળાત્કાર, કારણ જાણીને ચોંકી જશો


સીસીજી તરફથી પ્રધાનમંત્રી મોદી અને અન્ય ભાજપ સરકારોની ટીકા કરતા પત્રના જવાબમાં લખવામાં આવેલા આ ખુલ્લા પત્રમાં આઠ પૂર્વ ન્યાયાધીશો, 97 પૂર્વ અમલદારો અને 92 પૂર્વ સશસ્ત્ર દળોના અધિકારીઓએ સહી કરી છે. ઉલ્લેખનીય છે કે સીસીજીના ખુલ્લા પત્ર પર 108 પૂર્વ અમલદારોએ સહી કરી હતી. નવા પત્રમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા પર કથિત મૌન મુદ્દે સવાલ ઉઠાવવામાં આવ્યા છે.


હનુમાન ચાલીસા વિવાદ મામલે રાણા દંપતિ જેલમાં બંધ, મુંઇબ સેશન્સ કોર્ટે સુરક્ષિત રાખ્યો આદેશ


નવા પત્રમાં ગ્રુપે કહ્યું કે, પૂર્વ અમલદારોએ તેમના પત્રમાં જે વાતનો ઉલ્લેખ કર્યો છે, તે પશ્ચિમી મીડિયા અથવા પશ્ચિમી એજન્સીઓના સરકાર વિરોધી નિવેદનનું પુનરાવર્તન છે, જે સીસીજીનો ઇરાદો વ્યક્ત કરે છે. પીએમ મોદીનો બચાવ કરતા ગ્રુપે કહ્યું- આ મુદ્દાઓ પ્રત્યેનો તેમનો ઉદ્ધત અને બિન-સૈદ્ધાંતિક અભિગમ દર્શાવે છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે ભાજપ સરકાર હેઠળ મોટી સાંપ્રદાયિક હિંસામાં ઘટાડો આવ્યો છે. જેની જનતાએ પ્રશંસા કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube