નવી દિલ્હી: ભારતીય વાયુસેનાનું પહેલું C-17 ગ્લોબમાસ્ટર વિમાન રોમાનિયાથી પાછું ફર્યું છે. જેમાં લગભગ 200 ભારતીય નાગરિકો સવાર હતા. એર ફોર્સના C-17 ગ્લોબમાસ્ટર વિમાને પોતાના હોમ બેસ હિંડનમાં લેન્ડ કર્યું. આ વિમાનથી આવેલા ભારતીયોને રિસિવ કરવા માટે કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ પણ હિંડન એરબેસ પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે કહ્યું કે યુક્રેનના પડોશી દેશોમાં ચાર મંત્રીઓને મોકલવામાં આવ્યા છે. જ્યાં સુધી એક એક નાગરિકને ત્યાંથી કાઢી ન લેવાય ત્યાં સુધી ભારતીય વાયુસેનાના વિમાનો સાથે જ ખાનગી ફ્લાઈટ્સ પણ સંચાલિત થતી રહેશે. તેમણે એ પણ જણાવ્યું કે ભારત સરકારે પોતાના નાગરિકો માટે ભોજન, ટેન્ટ, દવા, કપડાંની વ્યવસ્થા કરી છે. 


આ બાજુ ભારતીય વિદ્યાર્થીઓને લઈને એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ પણ મુંબઈ પહોંચી ચૂકી છે. આ ફ્લાઈટમાં 183 ભારતીયોને બુચારેસ્ટથી મુંબઈ લાવવામાં આવ્યા છે. મુંબઈ પહોંચેલી ફ્લાઈટથી આવેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે એરપોર્ટ પહોંચ્યા હતા. આ અગાઉ વિદેશ મંત્રી એસ જયશંકરે મોડી સાંજે ટ્વીટ ક રીને જાણકારી આપી કે ઈન્ડિયન એરફોર્સ સહિત 9 ફ્લાઈટ આજે હંગરી, રોમાનિયા, સ્લોવાકિયા અને પોલેન્ડથી દિલ્હી પહોંચી, આ ઉપરાંત 6 અન્ય ફ્લાઈટ જલદી ઉડાણ ભરશે. તેમણે ટ્વીટમાં જણાવ્યું કે કુલ 3000 ભારતીયોને લાવવાના બાકી છે. 


સિંધિયાએ આપી અભિયાનની વિગતો
રોમાનિયા ગયેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુચારેસ્ટથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પત્રકારો સાથે વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોને સુરક્ષિત સ્વદેશ લાવવા સરકારની પ્રતિબદ્ધતા અને સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બુચારેસ્ટમાં લગભગ 3000 ભારતીયો છે. જેમાંથી 1300 લોકોને 3 માર્ચ સુધીમાં છ ઉડાણો દ્વારા ભારત પાછા લાવવામાં આવશે. ભારતીયોને યુક્રેનના પડોશી દેશોની સરહદો સુધી સુરક્ષિત લાવવા, તે દેશોના એરપોર્ટ સુધી પહોંચાડવા અને ત્યાંથી ભારત લાવવા એ આ મિશનના મુખ્ય તબક્કા છે. આ બધા વચ્ચે તેમના ભોજન, નિવાસ અને ચિકિત્સકીય સહાયતાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube