નવી દિલ્હી: લોકસભા ચૂંટણી (Lok Sabha elections 2019) ના પરિણામ 23 મેના આવશે. પરંતુ વિપક્ષી દળમાં ખળભળાટ અત્યારથી વધી ગઇ છે. એક તરફ ચંદ્રબાબૂ નાયડૂ ભાજપની સામે કોંગ્રેસ સાથે મળી સહયોગી દળની તપાસમાં લાગ્યા છે, તો બીજી બાજુ તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ બિન-ભાજપ અને બિન-કોંગ્રેસ દળને ભેગા કરવામાં લાગ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: કમલ હાસનના નિવેદન પર PM મોદીના મંત્રીએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું...


21 મેના બેઠક પ્રસ્તાવિત
ચંદ્રબાદૂ નાયડૂએ રાહુલ ગાંધી અને મમતા બેનર્જી સાથે મળીને 21 તારીખના બેઠકનો પ્લાન પણ કર્યો છે. પરંતુ અત્યારે પ્લાન પરિણામ બાદ સુધી ટાળવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ ચંદ્રબાબૂ નાયડૂને ગઠબંધન માટે બાકી દળોને મનાવવાની જવાબદારી સોંપી છે. ચંદ્રબાબૂ નાયડૂના જણાવ્યા અનુસાર 22 વિપક્ષી દળ તેમની સાથે છે અને જરૂરીયાત પડવા પર અમે સરકારની સામે એક થઇને ઉભા રહીશું. પરંતુ વડાપ્રધાન પદને લઇને પણ આ બધા દળમાં એક નિર્ણય હશે, તે કહેવું મુશ્કેલ છે.


વધુમાં વાંચો: PM મોદી પહેલા મને બહેનજી કહેતા હતા હવે, બુઆ-બબુઆ કહે છે, આ છે એમનો દલિત પ્રેમ : માયાવતી


ચંદ્રશેખર રાવ (KCR) ચેન્નાઇમાં ડીએમકે (DMK) પ્રમુખ સ્ટાલિન સાથે મળીને ક્ષેત્રીય દળના ગઠબંધનને લઇને વાત કરશે. આ સાથે જ આગામી એક-બે દિવસમાં કેસીઆર જેડીએસ પ્રમુખ દેવગૌડા સાથે મળીને પણ બિન-ભાજપ અને બિન-કોંગ્રેસી ગઠબંધન બનાવવાની કવાયતમાં લાગ્યા છે. હેરના કરનારી વાત તો એ છે કે, ચંદ્રશેખર રાવ તો કોંગ્રેસના નેતૃત્વવાળી યૂપીએના સહયોગી દળમાં જ ઘરફોડ કરી રહ્યાં છે. આ કામમાં તેઓ સફળ થાય છે કે નહીં તે જોવાનું રહેશે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...