પટનાઃ Opposition Parties Meeting: બિહારના પટનામાં શુક્રવાર (23 જૂન) એ વિપક્ષી દળોની મહાબેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 30થી વધુ નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી -2024 (Lok Sabha Election 2024) માં ભાજપ વિરુદ્ધ એક થઈને મેદાનમાં ઉતરવાની સંયુક્ત રણનીતિ પર મંથન કરવામાં આવ્યું છે. વિપક્ષી દળોની આ બેઠક ચાર કલાક સુધી ચાલી હતી. 


આ બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં નીતીશ કુમારે કહ્યુ કે, આ એક સારી બેઠક હતી, જેમાં મળીને ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જલદી મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં વધુ એક બેઠક યોજાશે. એક સાથે ચાલવા પર વાત થઈ છે. આગામી બેઠક, અંતિમ મીટિંગ હશે. અમે બધા સાથે રહીશું તો ભાજપને 100 સીટો પર રોકીશું. અમે સાથે રહ્યાં તો ભાજપનો જરૂર પરાજય થશે. એનસીપી ચીફ શરદ પવારે કહ્યુ કે ઉદ્ધવ ઠાકરે અને અમે છેલ્લાં 25 વર્ષથી એકબીજા વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યાં હતા, પરંતુ બધુ ભૂલીને અમે સાથે આવી ગયા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube