Opposition PM Candidate: 2024માં PM મોદીની સામે કોણ હશે વિપક્ષનો ચહેરો? આ ફોર્મ્યૂલાથી થશે નક્કી
Sharad Pawar Nitish Kumar Meeting: વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી સામે વિપક્ષનો ચહેરો કોણ હશે, એ સવાલ વિપક્ષ સામે ઊભો થયો છે. હવે તેનો ઉકેલ લાવવા માટે વિપક્ષની બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે. દિલ્હીમાં 8 સપ્ટેમ્બરના રોજ NCP પ્રમુખ શરદ પવાર સાથે બિહારીના મુખ્યમંત્રી નીતિશકુમાર સહિત કેટલાક વિપક્ષના મોટા નેતા મુલાકાત કરશે.
Sharad Pawar Nitish Kumar Meeting: વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી સામે વિપક્ષનો ચહેરો કોણ હશે, એ સવાલ વિપક્ષ સામે ઊભો થયો છે. હવે તેનો ઉકેલ લાવવા માટે વિપક્ષની બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે. દિલ્હીમાં 8 સપ્ટેમ્બરના રોજ NCP પ્રમુખ શરદ પવાર સાથે બિહારીના મુખ્યમંત્રી નીતિશકુમાર સહિત કેટલાક વિપક્ષના મોટા નેતા મુલાકાત કરશે. તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ પત્ર લખીને વિપક્ષની સંયુક્ત બેઠક બોલાવવાની વાત કરી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ સહમતિ બનાવવાની કોશિશ કરાશે. ફોર્મ્યૂલા એવો બનાવવામાં આવી રહ્યો છે કે જેના વધુ સાંસદ, તેની પાર્ટીના પ્રધાનમંત્રી હોવા જોઈએ.
પીએમ પદની દાવેદારી માટે કોનો દાવો મજબૂત?
અત્રે જણાવવાનું કે હાલમાં જ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાની માંગણીએ ખુબ જોર પકડ્યું છે. બિહારમાં જેડીયુના ગઠબંધનના સાથી આરજેડીએ પણ તેનું ખુલીને સમર્થન કર્યું છે. બિહારના ડેપ્યુટી સીએમ અને આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ પીએમ પદની ઉમેદવારી માટે નીતિશકુમારનું સમર્થન કરી ચૂક્યા છે. જ્યારે વિપક્ષમાં મમતા બેનર્જી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, કેસીઆર, સ્ટાલિન અને અરવિંદ કેજરીવાલ જેવા અન્ય નેતાઓ પણ છે. જે પીએમ પદની ઉમેદવારીનો દાવો કરી શકે છે.
કયા પાર્ટીના નેતા બનશે વિપક્ષનો ચહેરો
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વિપક્ષની જે પાર્ટીની પાસે સૌથી વધુ સાંસદ હશે તે પાર્ટીના પ્રધાનમંત્રી બનવા પર સહમતિ થઈ શકે છે. જ્યાં બિહારમાં લોકસભાની 40 બેઠકો છે તો બીજી બાજુ શરદ પવારના પ્રભાવવાળા મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં લોકસભાની 42 બેઠકો છે. જેના પર જીતનો દાવો મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી કરે છે.
એકજૂથતા દેખાડવાની કોશિશ કરે છે વિપક્ષ
આ ઉપરાંત રાહુલ ગાંધીને પણ કોંગ્રેસ પીએમ પદના ઉમેદવાર તરીકે આગળ કરી શકે છે. હાલ એ કહેવું મુશ્કેલ છે કે વિપક્ષની કઈ પાર્ટીની વધુ બેઠકો આવશે અને કઈ પાર્ટીના નેતા પીએમ કેન્ડિડેટ બનશે પરંતુ પીએમ મોદીને આકરો પડકાર ફેંકવા માટે વિપક્ષ 2024 અગાઉ એકજૂથતા દેખાડવાની કોશિશ કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube