નવી દિલ્હી : શારદા ચીટફંડ મામલે પશ્ચિમ બંગાળમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. તો હવે બીજી તરફ તેના પડઘા સીધા જ સદનમાં પડ્યા છે. લોકસભામાં આ મામલે ગૃહમંત્રી રાજનાથ સિંહે નિવેદન આપ્યું છે, તો તેનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરાયો હતો. વિરોધ પક્ષ દ્વારા આ મુદ્દે હંગામો કરાયો હતો. પશ્ચિમ બંગાળમાં સીબીઆઈ કાર્યવાહીના પડઘા લોકસભામાં પડ્યા છે. આ મામલે વિપક્ષે લોકસભા અને રાજ્યસભામાં હોબાળો કર્યો હતો. જેને કારણં બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકતંત્ર બચાવોના નારા લાગ્યા
લોકસભામાં કોંગ્રેસ સહિત વિવિધ દળોએ સીબીઆઈના મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. પરંતુ સ્પીકર સુમિત્રા મહાજને સાંસદોને પરમિશન આપી ન હતી. તેમણે કહ્યું કે, પ્રશ્નકાળ બાદ જ તેના પર ચર્ચા થઈ શકે છે. સદનમાં વિવિધ દળોના સાંસદોએ સીબીઆઈ મુદ્દા પર કેન્દ્ર સરકારની વિરુદ્ધ નારેબાજી કરી હતી. સદનમાં ‘લોકતંત્ર બચાવો’ અને ‘સીબીઆઈનો દુરુપયોગ બંધ કરો’ના નારા સંભળાયા હતા. 


રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત
રાજ્યસભામાં ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાઈને 267 અંતર્ગત સીબીઆઈ વિવાદ પર ચર્ચા માટે નોટિસ આપી હતી. આ ઉપરાંત મનોજ કુમાર ઝા, રામગોપાલ યાદવ સહિત વિવિધ સાંસદોએ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા માટે નોટિસ આપી છે. આ મુદ્દા પર રાજ્યસભામાં જોરદાર હંગામો થયો અને સભાપતિ વૈંકેયા નાયડુએ સદનની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી છે. 


સંસદના બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે અને બંને સદનમાં CBIvsMamata વિવાદ પર હંગામો થયો છે. કોલકાત્તામાં રવિવાર રાતથી જ પશ્ચિમ બંગાળા મુખ્યમંત્રી મમતા બેનરજીના સંવિધાન બચાવો પર ધરણા ચાલુ છે. તો બીજી તરફ, રાજ્યસભામાં આમ આદમી પાર્ટી અને ટીએમસીએ સીબીઆઈના દુરુપયોગ પર ચર્ચા માટે નોટિસ આપી છે. આ ઉપરાંત ઈવીએમને લઈને પણ વિપક્ષ અને સત્તા પક્ષની વચ્ચે સંસદમાં ટકરાવ થઈ શકે છે. 


મુખ્યમંત્રીએ એજન્સીઓને કામ કરવાથી રોકવા ન જોઈએ - ગૃહમંત્રી
ગૃહમંત્રીએ સદનમાં કહ્યું કે, દેશની કાયદાકીય એજન્સીઓની વચ્ચે આવો ટકરાવ દેશના ફેડરલ અને રાજનીતિક ઢાંચા માટે યોગ્ય નથી. તેમણે કહ્યું કે, એજન્સીઓને જો કામ કરવાથી રોકવામાં આવે તો તેનાથી અવ્યવસ્થા પેદા થશે. કેન્દ્ર સરકારે હંમેશા રાજ્યોના અધિકારનું સન્માન કર્યું છે. પોલીસ રાજ્યનો વિષય છે, અને રાજ્યોને પણ કેન્દ્રની એજન્સીઓનું સન્માન કરવું જોઈએ. રાજનાથ સિંહે કહ્યું કે, કાલે જે ઘટના થઈ તે સંવિધાનિક ઢાંચાના તૂટવાની તરફ સંકેત આપી રહ્યા છે. આ સંબંધમાં રાજ્યપાલ સાથે મારી વાત થઈ છે અને તેમની પાસેથી એક રિપોર્ટ પણ માંગી છે. મુખ્યમંત્રીએ એજન્સીઓને કામ કરવાથી રોકવા ન જોઈએ. 


સીબીઆઈ પર આવી કાર્યવાહી ક્યારેય થઈ નથી - ગૃહમંત્રી
લોકસભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહે સીબીઆઈ મુદ્દા પર કહ્યું કે, કાલે કોલકાત્તામાં સીબીઆઈ અધિકારીઓને તેમની ડ્યુટી કરવાથી રોકવામાં આવ્યા અને આવી ઘટના ઈતિહાસમાં ક્રયારેય થઈ નથી. ચીટ ફંડ કૌભાડના આરોપીઓને સંરક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગૃહ મંત્રીએ કહ્યું કે, સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે અને આ કારણે સીબીઆઈને કમિશનરના ઘરે જવું પડ્યું. આ કૌભાંડમાં અનેક નામચીન અને રાજનીતિક લોકોની સંડોવણી હોવાનું માલૂમ પડ્યું છે.