દેશમાં કમી છતાં વિદેશમાં કેમ મોકલવામાં આવી Vaccine? ભાજપે આપ્યો જવાબ
દિલ્હી સરકારે પહેલા પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, કેન્દ્રએ રસીની નિકાસ રોકવી જોઈએ અને વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન માટે દેશમાં બે રસીના ઉત્પાદકની ફોર્મૂલા અન્ય કંપનીઓ સાથે શેર કરવી જોઈએ.
નવી દિલ્હીઃ દિલ્હી સરકાર તરફથી કેન્દ્ર પર વેક્સિનની સપ્લાય પર લગાવવામાં આવેલા આરોપો બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ સફાઈ આપી છે. પાત્રાએ કહ્યુ કે, દિલ્હી સરકાર જનતામાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે કે કેન્દ્રએ ફ્રીમાં 6.5 કરોડ વેક્સિનના ડોઝ બીજા દેશોમાં મોકલી આપ્યા.
સંબિત પાત્રાએ કહ્યુ, 11 મે 2021 સુધી લગભગ 6.63 કરોડ વેક્સિનના ડોઝ હિન્દુસ્તાનની બહાર મોકલવામાં આવ્યા છે. તેમાંથી માત્ર 1 કરોડ 7 લાખ વેક્સિન મદદના રૂપમાં મોકલવામાં આવી છે. બાકી 84 ટકા વેક્સિન લાયબેલિટીના રૂપમાં મોકલવામાં આવી છે, જે તમારે કરવાનું જ હતું ભલે ગમે તે સરકાર હોય.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ આગળ કહ્યું, એસ્ટ્રાઝેનેકાનું લાયસન્સ મળ્યા બાદ આજે ભારતમાં કોવિશીલ્ડ વેક્સિનનું નિર્માણ થઈ રહ્યું છે. તેમાં WHO કોવૈક્સ ફેસિલિટીનો પણ મોટો હાથ છે. આ કરારમાં તમામ દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. તે હેઠળ 30 ટકા વેક્સિન એક્સપોર્ટ કરવી ફરજીયાત છે. જો અમે આ કરાર ન કર્યો હોત તો વેક્સિનેશનની સુવિધા આપણે ભારતમાં ન મળત.
આ પણ વાંચોઃ કોરોના સામેની જંગમાં ખુબ ઉપયોગી છે આ નવું હથિયાર, દર્દીને જલદી સાજા કરે છે આ સ્વદેશી દવા
કોઈપણ ઘરમાં વેક્સિન ન બનાવી શકે
દિલ્હી સરકાર સતત કેન્દ્ર પાસે વેક્સિનની ફોર્મૂલા માંગી રહી છે, જેથી બીજી કંપનીઓ પણ ઉત્પાદન કરી શકે. તેના પર પાત્રાએ કહ્યુ, આ કોઈ એવો ફોર્મૂલા નથી કે કોઈને આપી દેવામાં આવે અને તેણે ઘરમાં વેક્સિન બનાવી લીધી. કે કોઈ પણ કંપની પોતાના ઘરમાં વેક્સિન બનાવી લે. તેની પાછળ ઘણા વિષય હોય છે. કોવિશીલ્ડની પાસે ભારતનું લાયસન્સ નથી, તેનું લાયસન્સ એસ્ટ્રાઝેનેકા પાસે છે. એસ્ટ્રાઝેનેકાએ સીરમ ઈન્સ્ટિટ્યુટની વેક્સિન બનાવવાની મંજૂરી આપી છે. તે કંપની આગળ ભારતમાં કોઈ અન્યને ફોર્મૂલા ન આપી શકે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube