ઓર્ગેનિક જમીન એટલે શું? ઓર્ગેનિક પાકની કેવી રીતે કરાવશો નોંધણી? જાણો કેમ ઉઠી રહી છે ઓર્ગેનિક પાકની માગ
Organic Crop Registration: આધુનિક જમાનામાં ઓર્ગેનિક ખેતીની માગ સતત વધી રહી છે. રસાયણીક દવાઓના વધુ પડતા ઉપયોગથી ન માત્ર પાક પણ જમીને પણ નુકસાન થાય છે.જેથી જમીનની સાચવણી પણ એટલી જ જરૂરી છે.
નરેશ ધારાણી, અમદાવાદઃ આધુનિક જમાનામાં ઓર્ગેનિક ખેતીની માગ સતત વધી રહી છે.રસાયણીક દવાઓના વધુ પડતા ઉપયોગથી ન માત્ર પાક પણ જમીને પણ નુકસાન થાય છે.જેથી જમીનની સાચવણી પણ એટલી જ જરૂરી છે. જમીનમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે.દરેક જમીનની ફળદ્રુપતા પણ અલગ અલગ હોય છે.જેથી જમીન કેવી છે અને તેની ફળદ્રપ્તા કેટલી છે તે જાણવી ખુબ જ જરૂરી હોય છે.કેમ જમીનની ચકાસણી કર્યા બાદ તેમાં ક્યો પાક સારો થશે અને ખેડૂત વધુ ઉત્પાદન થઈ શકે છે.
કોઈ પણ કહે કે મારી જમીન ઓર્ગેનિક છે, મે ઉત્પાદીત કરેલ પાક ઓર્ગેનિક છે તો માની ન શકાય.ચકાસણીમાં પાસ થાય તો જ પાકને ઓર્ગેનિક હોવાનું સર્ટિફિકેટ મળે છે.પરંતુ તેના માટે પણ એક ખાસ પદ્ધતિ હોય છે.જેમાં તમે નોંધણી કરાવી ચકાસણી કરાવી શકો છો કે તમારો પાક અને જમીન ઓર્ગેનિક છે કે નહીં
ઓર્ગેનિક સર્ટિફિકેશન કેમ જરૂરી:
ઓર્ગેનિક સર્ટિફિકેશન એ પાકની ઓળખ છે.ઘણા એવું માનતા હોય છે કે મારુ ઉત્પાદન તો ઓર્ગેનિક છે.પરંતુ આજના હાર્બ્રિડ યુગમાં ઓર્ગેનિક પાકની ઓળખ ખુબ જ જરૂરી બને છે.પાક ઓર્ગેનિક છે તેવું સર્ટિફિકેટ મેળવવાથી તેનું મુલ્ય વધે છે.સાથે લોકોને પણ સરળતાથી ઓર્ગેનિક વસ્તુ મળી રહે છે.
ઓર્ગેનેક સર્ટિફિકેટના પ્રકાર કેટલા છે:
ભારતમાં મુખ્યત્વ બે પ્રકારના ઓર્ગેનિક સર્ટિફિકેશન છે.જેમાં NPOPને થર્ડ પાર્ટી સર્ટિફિકેશન કહેવામાં આવે છે.જે ઉત્પાદનની નિકાસ થતી હોય તેને અપાતા સર્ટિફિકેશનને NPOP કહેવાય છે.આ સર્ટિફિકેશન ભારત સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયના નિયંત્રણમાં હોય છે.જ્યારે ખેડૂતોને ગ્રુપમાં સર્ટિફાઈડ કરવામાં આવે તેને PGS કહેવામાં આવે છે.આ સર્ટિફિકેશનની પ્રક્રિયા ભારત સરકારનું કૃષિ વિભાગ કરે છે.
વ્યક્તિગત સર્ટિફિકેશન:
આ પદ્ધતિમાં કોઈ પણ ખેડૂત રજિસ્ટ્રેશન કરાવી શકે છે.ખેડૂત પાસે ગમે તેટલી જમીન હોય તે રજિસ્ટ્રેશન કરાવે તો તેને રાજ્ય સરકારની હેક્ટર દીઠ 5 હજાર રૂપિયાની સહાય મળે છે.જો કે સર્ટિફિકેટ આપના સંસ્થાને ધ્યાનમાં રાખી ફીમાં અલગ અલગ સહાય મળી શકે છે.પરંતુ આ પદ્ધતિમાં ખેડૂતોની જમીન માટે કોઈ મર્યાદા નથી.
ગૃપ સર્ટિફિકેશન :
આ પદ્ધતિમાં અલગ અલગ ખેડૂતો કે વ્યક્તિઓનું ગ્રુપ હોય છે.જેની કાયદાકીય રીતે નોંધણી થયેલી હોવી જોઈએ.ગ્રુપ સર્ટિફિકેશનમાં 4 હજારથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો જોડાઈ શકે છે.સાથે ઓછામાં ઓછા 25 અને વધુમાં વધુ 500 ખેડૂતોનું ગ્રુપ બનાવી શકાય છે.જેમાં જોડાયેલા ખેડૂતોએ પોતાનું ઉત્પાદન ગ્રુપને આપવાનું હોય છે.જેનું ICS એટલે કે ઇન્ટર્નલ કંટ્રોલ સીસ્ટમ વહીવટ કરે છે.
સર્ટિફિકેશન માટે કેટલી સંસ્થા છે:
ભારતમાં સર્ટિફિકેશન માટે 29થી વધુ સંસ્થાઓ કાર્યરત છે.જેમાં 10 જાહેર સંસ્થા એટલે કે સરકાર હસ્તકની છે અને 18 ખાનગી છે.દરેક સંસ્થાને અલગ અલગ પ્રકારની સર્ટિફિકેશન કરવાની સત્તા એપીડાએ આપેલી હોઇ શકે છે.
જમીનની ફળદ્રુપતા એટલે શું?
સામાન્ય શબ્દોમાં કહીએ તો ફળદ્રુપતા એટલે જમીનની ગુણવતા,જમીનમાં પોષક તત્વોની માત્રા.જમીન ફળદ્રુપ્ત હોય તો છોડને જરૂરી પોષક તત્વો સરળતાથી મલી રહે છે.જેથી પાકનું ઉત્પાદન પણ સારુ થઈ શકે છે.
ઓર્ગેનિક વસ્તુઓની માગ કેમ વધી:
આજના આધુનિક યુગમાં વધુ ઉત્પાદન મેળવવા ખેડૂતો રસાયણીક ખાતર અને જંતુનાશક દવાનો વધુ ઉપયોગ કરે છે.જેથી પાકનું વધુ ઉત્પાદન તો મળે છે પરંતુ તેની ગુણવતા ઘટી જાય છે.તેથી હવે શુદ્ધ અને ગુણવત્તાયુક્ત વસ્તુ એટલે કે ઓર્ગેનિક વસ્તુની માગ લોકો વધુ કરે છે.વધુ રૂપિયા ખર્ચીને પણ લોકો ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર થયેલી વસ્તુને જ ખરીદવાનું પસંદ કરે છે.