Organic Farming On Terrace Of House: દુનિયામાં ખાણીપીણીના તરીકાઓની તો ખુબ ચર્ચા થઈ રહી છે. લોકો હવે ખાવા પીવાને લઈને ખુબ સતર્કતા વર્તી રહ્યા છે. પરંતુ એ વાત પણ સાચી છે કે ખાવા મામલે કેમિકલ્સનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે જ્યારે બીજી બાજુ ઓર્ગેનિક ખેતીનું ચલણ પણ ઝડપથી વધી રહ્યું છે. અનેક લોકો એવા છે જે આ પ્રકારે ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જેમાંથી એક રામવીર પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરના ધાબે ઓર્ગેનિક ખેતી
ઉત્તર પ્રદેશના બરેલીના રહીશ રામવીર એકવાર ફરીથી ચર્ચામાં છે. આમ તો તેઓ ઓર્ગેનિક ખેતી લાંબા સમયથી કરી રહ્યા છે પરંતુ તેઓ ખુબ જ હોશિયારીથી આ કામ કરે છે. ઓર્ગેનિક ખેતીમાં કેમિકલ ફર્ટિલાઈઝર અને કીટનાશકોનો ઉપયોગ થતો નથી અને રામવીર પણ આ જ કરે છે. પરંતુ તેઓ પોતાના ઘરના ધાબે ઓર્ગેનિક ખેતી કરે છે અને તેનાથી વાર્ષિક લગભગ 70 લાખ રૂપિયાની કમાણી કરે છે. 


ઘરને ખેતરમાં ફેરવી નાખ્યું
મીડિયા રિપોર્ટ્સ મુજબ રામવીર પાસે વિમ્પા ઓર્ગેનિક અને હાઈડ્રોપોનિક્સ નામની એક કંપની છે. તેમણે પોતાના ઘરને લગભગ ખેતરમાં ફેરવી નાખ્યું છે. રાનવીર ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે પહેલા મીડિયામાં કામ કર્યું અને ત્યારબાદ ગામડે પાછા ફરીને ખેતીમાં મન પરોવ્યું. પહેલા ઓર્ગેનિક ખેતીમાં હાથ અજમાવ્યો અને સફળતા મળી તો હાઈડ્રોપોનિક સિસ્ટમથી શાકભાજી ઉગાડવા લાગ્યા. હાલમાં જ ગ્રીન બેલ્ટ એન્ડ રોડ ઈન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ એરિક સોલહેમે પણ રામવીર અંગે ટ્વીટ કરી હતી. 


આ Video પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube