નવી દિલ્હીઃ Bharat Bandh: કિસાન નેતા રાકેશ ટિકૈતનો દાવો છે કે સંયુક્ત કિસાન મોર્ચાની અપીલ પર ભારત બંધ સંપૂર્ણ રીતે સફળ રહ્યુ. દેશભરમાં કિસાનોએ રસ્તા પર આવી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. દેશમાં હજારો જગ્યાઓ પર કિસાનો રસ્તા પર બેઠા. બંધને કિસાનોની સાથે-સાથે મજૂર વેપારીઓ, કર્મચારીઓ, ટ્રેડ યુનિયનોનો પણ સહયોગ મળ્યો છે. દેશની રાજકીય પાર્ટીઓએ પણ બંધનું સમર્થન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કિસાનોના બંધની અસર જોવા મળી હતી. સવારથી લઈને સાંજે 4 કલાક સુધી કોઈ હિંસક ઘર્ષણ ન થયું તે માટે ટિકૈતે કિસાનો, મજૂરો તથા નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. 


આ પણ વાંચોઃ Mahant Narendra Giri Case: આનંદ ગિરી સહિત ત્રણેય આરોપીઓના 7 દિવસના CBI રિમાન્ડ મંજૂર  


ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યુ કે 3 રાજ્યોનું આંદોલન ગણાવનાર લોકો આંખ ખોલીને જોઈલે કે દેશ કિસાનો સાથે છે. સરકારે કિસાનોની સમસ્યાનું સમાધાન કરવુ જોઈએ. ઉત્તર પ્રદેશમાં શેરડીના ભાવ વધારવામાં આવ્યા છે તે પણ કિસાનોની સાથે મજાક છે. તેના વિરુદ્ધ જલદી આંદોલન કરવામાં આવશે. 


રાકેશ ટિકૈતે કહ્યુ કે, ભારત બંધ દરમિયાન કેટલાક લોકોને સ્વાભાવિક રૂપથી મુશ્કેલી થઈ હશે, પરંતુ એક દિવસ કિસાનોના નામે વિચારીને ભૂલી જાવ. કિસાનો 10 મહિનાથી ઘર છોડી રસ્તા પર છે, પરંતુ સરકારને તે દેખાતું નથી. લોકતંત્રમાં વિરોધ પ્રદર્શન સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. સરકાર તેવા વિચારમાં ન રહે કે કિસાનો ખાલી હાથે ઘરે પરત ફરી જશે. કિસાન આજે પણ બિલ વાપસી તો ઘર વાપસીના ઈરાદા સાથે મજબૂત છે. અમારી સરકારને અપીલ છે કે જલદીથી જલદી કિસાનોની સમસ્યાનું સમાધાન કરવુ જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube