માનવ શરીર કુદરતની સૌથી મોટી અજાયબી છે. તેની રચના કુદરતે એવી રીતે કરી છે કે, તેનું રહસ્ય હંમેશા ઘેરાયેલું જ રહેશે. જેટલું સંશોધન થાય છે એટલી જ નવી નવી વાતો તેના વિશે સામે આવતી રહે છે. આવી જ એક વાત અમે તમને આજે જણાવવા જઈ રહ્યા છે. તમામ પ્રાણીઓમાં એક સાંપ એવું પ્રાણી છે જે પોતાની ત્વચા બદલે છે. નિયત સમયે સાંપ આવું કરે છે. જેને આપણે કાંચળી ઉતારવી એવું સામાન્ય ભાષામાં કહે છે. જે એક કુદરતી પ્રક્રિયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપણું શરીર પણ સાંપની જેમાં કાંચળી એટલે કે આપણી ત્વચા બદલે છે. સાંભળીને નવાઈ લાગી ને? અજીબ લાગે પણ આ સત્ય છે . અને તેના વૈજ્ઞાનિક પુરાવાઓ પણ સામે આવ્યા છે.. આપણા શરીરની ત્વચાનું બહારનું આવરણ એટલે કે તેની સપાટી દર મહિને બદલાઈ જાય છે. એટલે જો હિસાબ લગાવીએ તો એક સરેરાશ આયુષ્ય ધરાવતો મનુષ્ય તેના જીવનકાળમાં નવસો થી એક હજાર વાર તેના રંગ એટલે કે ત્વચા બદલે છે. અને આ પણ કુદરતની અજાયબીઓમાંથી એક છે.

Eye Palmistry: આંખો જોઇને જાણી લેશો પાર્ટનરનો મૂડ, તમે આ રીતે જાણી શકો છો કોઇનો પણ સ્વભાવ


હવ તમને સવાલ થશે કે, જો આવું થાય છે તો શરીર પર બનાવવામાં આવેલું ટેટ્ટુ કે પડેલો ઘા કેમ એમ જ રહે છે? તેનું કારણ એ છે કે આ પ્રક્રિયામાં ત્વચાનું માત્ર સૌથી ઉપરનું સ્તર જ બદલાય છે. નીચેના સ્તર નહીં. એટલે જ તમારી ત્વચા પરના ટેટ્ટુ, ઘા કે નિશાન એમને એમ જ રહે છે. પરંતુ સમય જતા ટેટ્ટુનો કલર હળવો થાય છે. અથવા તો તમારો ઘા ધીમે ધીમે હળવો થવા લાગે છે. વધુ એક મજાની અને જાણવા જેવી વાત એ પણ છે કે, ત્વચા આપણા શરીરનું સૌથી મોટું અંગ છે અને સૌથી વધારે સંવેદનશીલ પણ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube