TikTok એપમાંથી હટાવાયા 104 મિલિયન વીડિયો
- ટ્રમ્પે 14 ઓગસ્ટના રોજ બાઈટડાન્સની સાથે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. તે અંતર્ગત TikTok ને વેચવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.
ઝી મીડિયા/બ્યૂરો :ચાઈનીસ ફર્મ બાઈટડાન્સ (ByteDance) ના સ્વામિત્વવાળી વીડિયો સ્ટ્રીમિંગ એપ TikTok એ મંગળવારે એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં કહ્યું કે, તેમના નિયમોનું ઉલ્લંઘન કરનારા 104 મિલિયનથી વધુ વીડિયોને તેઓએ પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. આ વીડિયો આ વર્ષની શરૂઆતના 6 મહિનામાં સામે આવ્યા હતા.
TikTok થી હટાવાયા અનેક વીડિયો
TikTok તરફથી એક નિવેદનમાં કહેવાયું કે, આ વીડિયોની વાત કરીએ તો ઉપયોગકર્તાના રિપોર્ટ કરતા પહેલા અમે 96.4% વીડિયો શોધ્યા અને હટાવી દીધા. તેમાંથી 90.3% વીડિયો વગર કોઈએ જોયા જ પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે.
આ પણ વાંચો : વિધવા પુત્રીના દુખ દૂર કરવા માટે માતાજીના નામે પિતાએ 3000 નું ટોળું એકઠું કર્યું
નવી શરૂઆત કરશે બાઈટડાન્સ
ઉલ્લેખનીય છે કે, ટિકટોક (TikTok) ની Parent Company ચાઈનીસ ફર્મ બાઈટડાન્સ (ByteDance) એ સોમવારે કહ્યું કે, તે ટિકટોક ગ્લોબલ (TikTok Global) નામથી એક નવો ઉપક્રમ બનાવીશું. ટિકટોક તેની અંદર જ કામ કરશે. TikTok Global માં અમેરિકન કંપની ઓરેકલ Oracle તેમજ વોલમાર્ટ (Walmart) ના ભાગીદારીથી 12.5 તેમજ 7.5 ટકા રહેશે. તો ઓરેકલ કોર્પ (Oracle corp) અને વોલમાર્ટ ઈન્ક (Walmart Inc) એ સપ્તાહના અંતમાં કહ્યું હતું કે, તે અને અમેરિકન ઈન્વેસ્ટર્સ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની સાથે એક કરાર બાદ વીડિયો એપ કંપની ટિકટોકના મોટાભાગના ભાગના માલિક હશે.
આ પણ વાંચો : ખેડૂતો માટે CMની જાહેરાત, કિસાન સહાય યોજનાના નિયમોમાં ફેરફાર કરવો હોય તો કરી શકાશે
ટ્રમ્પે આપ્યો હતો TikTok ને 90 દિવસનો સમય
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે 14 ઓગસ્ટના રોજ બાઈટડાન્સની સાથે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. તે અંતર્ગત TikTok ને વેચવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. ટ્રમ્પ પ્રશાસનની ચિંતા હતી કે, એપનો ઉપયોગ કરનારા 100 મિલિયન અમેરિકનોનો વ્યક્તિગત ડેટા ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સરકારને આપવામાં આવી શકે છે. શનિવાકે તેઓએ કહ્યું હતું કે, એક કરાર અંતર્ગત TikTok ને સંયુક્ત રાજ્યમાં કામ કરવા ચાલુ રાખવાની પરમિશન આપી શકાય છે. અમેરિકનન પ્રમુખની શરત એ છે કે, અમરિકાના TikTok યુઝર્સનો ડેટા અમેરિકામાં જ રહેશે, ચીનમાં નહિ જાય. આ ઉપરાંત બીજી શરત એ છે કે, 90 દિવસોની અંદર જ TikTok ને કોઈ અમેરિકનને વેચી દેવાની.
ભારતમાં પ્લે સ્ટોરથી હટાવવામાં આવી હતી TikTok
ભારતમાં એપ્રિલ મહિનામાં TikTok એપને ગૂગલે (google) બ્લોક કરી દીધું હતું. એવું કરવાથી કોઈ પણ ભારતીય ટિકટોક એપ ડાઉનલોડ કરી શક્તુ નથી.
આ પણ વાંચો : ભગવાન ભરોસે વડોદરામાં ભેગુ થયું 3000નું ટોળું, એક પણ જણાએ માસ્ક પહેર્યું ન હતું