નવી દિલ્હી : શાંતિનો રસ્તો ફરી એકવાર હિંસા પર ભારે પડી રહ્યો છે. ઓરિસ્સામાં મોટા પ્રમાણમાં નક્સલવાદીઓએ હથિયાર ફેંકીને મુખ્યધારામાં જોડાવાનો નિર્ણય લીધો છે. રાજ્યનાં મલકાનગિરી જિલ્લામાં 100 કરતા વધારે નક્સલવાદીઓએ બંદુદ છોડીને ફરીથી મુખ્યધારામાં આવવાનો નિર્ણય લીધો છે. જો કે મુખ્યધારામાં આવ્યા પછી પણ તેમણે એવું કામ કર્યું કે દરેક લોકો તેનાં વખાણ કરી રહ્યા છે. આ તમામ યુવક યુવતીઓએ હવે અભ્યાસ કરવાનો નિર્ણય લીધો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આત્મસમર્પણ કરનાર આ નક્સલવાદીઓ હવે ડિગ્રી કોર્ષમાં એડમીશન લેવા જઇ રહ્યા છે. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના ડિગ્રી કોર્ષમાં ભાગ લેવા માટે આ લોકોએ એન્ટ્રન્સ એક્ઝામમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, અમે મુખ્યધારાનો હિસ્સો બનવા જઇ રહ્યા છે એટલા માટે અમે તેની શરૂઆત અહીંથી કરી છે. તે અગાઉ સરકાર દેશનાં અલગ અલગ રાજ્યોમાં સક્રિય નક્સલવાદી જુથો હથિયાર છોડીને શાંતિના રસ્તા પર પરત ફરવાની અપીલ કરી ચુકી છે. કેટલાક રાજ્યોમાં મોટા પ્રમાણમાં નક્સલવાદીઓએ હથિયાર છોડ્યા પણ છે. જો કે હાલ પણ તે દેશમાં તેની સંખ્યા મોટા પ્રમાણમાં છે. રિપોર્ટમાં એટલે સુધી કહ્યું કે, આતંકવાદી હુમલામાં વધારેમાં વધારે અર્ધસૈનિક દળ નક્સલવાદી હૂમલાનો શિકાર બને છે. 



છત્તીસગઢમાં 8 નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ
છત્તીસગઢ નક્સલપ્રભાવિત બસ્તર જિલ્લામાં 8 નક્સલવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. બસ્તર જિલ્લાનાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, બસ્તર જિલ્લાનાં મુખ્યમથક જગદલપુર ખાતે સીઆરપીએફની 80મી બટાલિયનનાં મુખ્યમથકમાં આઠ નક્સલવાદીઓએ જણાવ્યું કે, આત્મસમર્પણ કરનારા નક્સલવાદીઓમાં જગ્ગુ પોડિયામી, બામન, લખમુ, તેલગુ, સત્રુ જેવા ખુંખાર આતંકવાદીઓનો સમાવેશ પણ થાય છે.નવીન આમદઇ ઘાટી એલઓએસનો સભ્ય હતો.