3 નહીં પરંતુ 20 PAK વિમાનો ઘૂસ્યા હતા ભારતમાં, લેઝર ગાઈડેડ બોમ્બનો કર્યો હતો ઉપયોગ-સૂત્ર
બુધવારે પાકિસ્તાનના 20 એરક્રાફ્ટ ભારતની સરહદમાં ઘૂસી ગયા હતાં. પાકિસ્તાની જેટ 10 કિમી અંદર સુધી ભારતીય સરહદમાં ઘૂસ્યા હતાં.
નવી દિલ્હી: બુધવારે પાકિસ્તાનના 20 એરક્રાફ્ટ ભારતની સરહદમાં ઘૂસી ગયા હતાં. પાકિસ્તાની જેટ 10 કિમી અંદર સુધી ભારતીય સરહદમાં ઘૂસ્યા હતાં. આ વિમાનોએ ભારતીય સૈન્ય પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. સૂત્રોના હવાલે એ જાણકારી મળી હતી.
બુધવારે એ પણ જાણકારી મળી હતી કે પાકિસ્તાનના 3 વિમાનો ભારતીય સરહદમાં ઘૂસ્યા હતાં, પરંતુ હવે સૂત્રોના હવાલે એવા અહેવાલો સામે આવ્યાં છે કે 3 નહીં પરંતુ 20 પાકિસ્તાની વિમાનો ભારતની સરહદ પાર કરીને ભારતમાં ઘૂસ્યા હતાં. આ વિમાનોએ લેઝર ગાઈડેડ બોમ્બનો પણ ઉપયોગ કર્યો હતો, પરંતુ તેઓ ભારતીય વાયુસેનાના કારણે તેઓ પોતાના નાપાક ઈરાદામાં સફળ થઈ શક્યા નહીં.
Big Breaking: પાક વિમાનોની ફરીથી ભારતની હદમાં ઘૂસણખોરીની કોશિશ, ભારતીય વિમાનોએ ખદેડ્યા
સરકાર સૂત્રોના હવાલે બુધવારે ઘટેલા આ સમગ્ર ઘટનાક્રમ અંગે જાણકારી મળી છે કે સવારે 9.45 કલાકે પાકિસ્તાની એરફોર્સના 20 વિમાનો ભારતીય સરહદની અંદર ઘૂસી આવ્યાં હતાં. તેઓ એલઓસી પાર કરીને 10 કિમી અંદર સુધી ભારતીય એરસ્પેસમાં પ્રવેશ કરી ગયા હતાં.
આ વિમાનોએ લેઝર ગાઈડેડ બોમ્બનો પણ ઉપયોગ કરીને તમામ સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. પરંતુ તેમનું નિશાન ચૂકી ગયાં. ભારતીય વાયુસેનાએ તેમને ખદેડી મૂક્યા હતાં. આ સાથે જ સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે આપણી વાયુસેનાએ એલઓસીને પાર કરી નહતીં. પાકિસ્તાની વિમાનો સાથે આમનો સામનો થયો તે દરિયાન આપણે તેમના એક એફ 16 વિમાનને તોડી પાડ્યું હતું.