નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે (Home Ministry) લોકસભામાં (Loksabha) આપેલા લેખિત જવાબમાં કહ્યું કે, પાછલા 6 મહિનામાં 34,10,219 પર્યટકોએ જમ્મૂ-કાશ્મીરની (Kashmir) યાત્રા કરી છે, જેમાં 12,934 વિદેશી સામેલ છે. આ દરમિયાન પર્યટનના માધ્યમથી 25.12 કરોડ રૂપિયાની આવક થઈ છે. રિપોર્ટ પ્રમાણે આ આંકડા 15 મેથી 15 નવેમ્બર સુધીના છે. ગૃહ મંત્રાલયે આ સાથે તે પણ કહ્યું કે, 5 ઓગસ્ટ બાદ શરૂઆતમાં જમ્મૂ-કાશ્મીરમાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ ઓછી હતી, જે ધીરે-ધીરે વધી અને આ સમયે ચાલી રહેલી પરીક્ષાઓ દરમિયાન છાત્રોની વર્તમાન ઉપસ્થિતિ 99.7 ટકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 ઓગસ્ટથી 15 નવેમ્બર સુધી પથ્થરબાજીના 190 મામલા નોંધાયા અને 765 લોકોની ધરપકડ કરવામાં આવી તો આ વર્ષની શરૂઆતથી 4 ઓગસ્ટ સુધી પથ્થરમારાના 361 મામલા નોંધવામાં આવ્યા છે. 


ગૃહ મંત્રાલયે તે પણ કહ્યું કે, પથ્થરમારાને રોકવા માટે સરકારે મલ્ટિફંક્શનલ નીતિ શરૂ કરી છે. મોટી સંખ્યામાં મુશ્કેલી ઉભી કરનાર, ભડકાવનાર, ભીડ એકઠી કરનારી ઓળખ કરવામાં આવી છે અને તેની વિરુદ્ધ વિભિન્ન સાવચેતીનાં પગલાં ભરવામાં આવ્યા છે જેમાં પીએસએ સામેલ છે. 


ગૃહ મંત્રાલય પ્રમાણે તપાસથી જાણવા મળ્યું છે કે કાશ્મીર ઘાટીમાં પથ્થરબાજીની ઘટનાઓમાં હુર્રિયત સાથે જોડાયેલ વિભિન્ન અલગાવવાદી સંગઠન અને કાર્યકર્તા સંડોવાયેલા રહ્યાં છે. એનઆઈએએ અત્યાર સુધી આતંકી ફંડિંગના મામલામાં 18 વ્યક્તિઓની ધરપકડ કરી છે. 


બિલ પાસઃ હવે કોંગ્રેસ અધ્યક્ષ નહીં હોય જલિયાવાલા બાગ મેમોરિયલ ટ્રસ્ટના સભ્ય 


5 ઓગસ્ટથી ઓક્ટોબર 2019 દરમિયાન જમ્મૂ-કાશ્મીરમાં સરહદ પારથી નિયંત્રણ રેખા પર સીઝફાયર ઉલ્લંઘનની 950 ઘટનાઓ નોંધવામાં આવી છે. સરકાર પ્રમાણે સીઝફાયર ઉલ્લંઘનના મામલામાં સુરક્ષા દળો દ્વારા તત્કાલ અને પ્રભાવી જવાબી કાર્યવાહી કરવામાં આવે છે. ભારત પોતાની રાષ્ટ્રીય સુરક્ષાથી સંબંધિત મુદ્દા પર સમજુતી કરશે નહીં અને ભારતની સુરક્ષા અને પ્રાદેશિક અખંડતાને પ્રભાવિત કરનાર તમામ પ્રયાસોને પહોંચી વળવા માટે યોગ્ય પગલા ભરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube