નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) દરરોજ નવો રેકોર્ડ બનાવે છે અને લોકોનો જીવ લઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના ના નવા કેસ 85 હજારથી પણ વધારે છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોના કુલ આંકડો 59 લાખથી ઉપર પહોંચી ગયો છે. આ વચ્ચે છેલ્લા 24 કલાકમાં એક હજારથી વધારે લોકોના મોત થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Imranના 'કાશ્મીર રાગ' પર આજે PM Modi આપશે જડબાતોડ જવાબ, આ સમયે કરશે સંબોધન


છેલ્લા 24 કલાકમાં અપડેટ
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 85,362 નવા સંક્રમિત સામે આવ્યા છે. જ્યારે 1089 લોકોના મોત થયા છે. અત્યાર સુધીની વાત કરીએ તો કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 59,03,932એ પહોંચી ગઇ છે. જ્યારે મૃત્યુઆંક 93,379 પર પહોંચ્યો છે.


આ પણ વાંચો:- Coronavirus Latest Updates: WHOની ચેતવણી, ફરી ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ


રિકવરીમાં તેજી
કોરોનાથી પીડિત 93,420 લોકો છેલ્લા 24 કલાકમાં સ્વસ્થ થયા છે અને તેમણે કોરોના મુક્ત (Corona Free) જાહેર કર્યા છે. આ સમયે દેશભરમાં કોરોનાથી રિકવરી રેટ 82.14 % છે. જ્યારે પોઝિટિવટી રેટ 6.36 % છે.


આ પણ વાંચો:- પોતાના કબજે કરેલા 'ગુલામ કાશ્મીર'ને ખાલી કરે પાકિસ્તાન: મિજિતો વિનિતો


7 કરોડથી વધારે લોકોનું ટેસ્ટિંગ
સરકાર મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ (Corona Testing) કરવામાં લાગી છે. અત્યાર સુધી 7 કરોડથી વધારે લોકોનું કોરોના ટોસ્ટિંગ થયા છે. 25 સપ્ટેમ્બર સુધી 7,02,69,975 સેમ્પલની તપાસ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 13,41,535 લોકોનું કોરોના ટેસ્ટિંગ થયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube